તા. ૧૧ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૫ શુક્રવાર
News of Wednesday, 7th January 2026
જે.જે.સી.ઇ.ટી. કોમર્સ અને બીબીએ કોલેજ તથા ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે NSS યુનિટના વિદ્યાર્થીની વાર્ષિક શિબિર યોજાઇ

જૂનાગઢ, તા.૭: જે.જે.સી.ઇ.ટી. કોમર્સ અને બીબીએ કોલેજ તથા ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત મેંદરડા તાલુકાનાં મિઠાપુર ગામે વિદ્યાર્થિઓની સાત દિવસીય ખાસ શિબિરને ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સીટીનાં કૂલપતિ પ્રો.(ડો.) પ્રતાપસિંહજી ચૌહાણે દિપ પ્રાગટયથી પ્રારંભ કરવાતા જણાવ્યુ હતુ કે પર્યાવરણ,વળક્ષ-વન રક્ષા, શ્રમ કાર્ય, ધાર્મિક કાર્ય, સામાજિક કાર્ય, સર્જનાત્મક પ્રવળત્તિ, સાંસ્કળતિક પ્રવળત્તિ, ખેલકૂદ જેવી નિયમિત પ્રવળતિઓ રાષ્ટ્રીય સેવા યોજના શિબિરની આગવી ઓળખ છે. ત્યારે આવી પ્રવળત્તિઓ દ્વારા તેજસ્વીતા, સર્જનાત્મકતા, તત્પરતા અને તન્મયતા પેદા કરી વિદ્યાર્થીને સુ-સંસ્કળત નાગરિક બનાવવા સાથે વિદ્યાર્થી એના જીવનમાં સેવા, બલિદાન અને રાષ્ટ્રભાવના વિકસિત કરે એ ધ્યેય શિબરનું હાર્દ બનતુ હોય છે.
આ તકે કોમર્સ અને બી.બીએ કોલેજનાં આચાર્ય ડો. એમ.પી. ત્રાડાએ જણાવ્યુ હતુ કે પ્રભાતફેરીમાં હોઈએ ત્યારે ભક્ત નરસૈયાનું વૈષ્ણવ જન કે જાગને જાદવા, જળ કમળ છાંડી જાને બાળા, નારાયણનું નામ લેતાં કે સાંજે મંદિરોમાં વાગતા શંભુ શરણે પડી અથવા રાત્રે ગામના ચોકમાં ભજવાતી ભવાઈનું વાતાવરણ શિબિરાર્થીઓ માટે અલગ જ અનુભુતિ કરાવતુ હોય છે.
બહાઉદ્દિન સાયન્સ કોલેજનાં આચાર્ય ?ો.આર.પી.ભટ્ટે જણાવ્યુ હતુ કે ભવાઈ કે નાટકોના માધ્યમ એવા ગીત, સંગીત, નળત્ય, કલા અને સમજાવટથી સ્વચ્છતા, જળસંચય, પર્યાવરણ જાળવણી, શૌચાલયના લાભાલાભ કે મહાબીમારીના સમયમાં રસીકરણના ફાયદા અથવા જૂના કુરિવાજોને તિલાંજલિ અને વિકાસની સામે વ્યસનમુક્તિના શપથની સમજાવટથી ગ્રામ લોકજાગળતિ માટે વિદ્યાર્થીઓ યુવા કલાકારો શ્રેષ્ઠ પ્રદાન કરી શકે છે.
અમળત ઈન્સીટીટયુટનાં નિયામક અને ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.નાં એક્જયુકયુટીવ કાઉન્સીલ મેમ્બર રાજુભાઇ વાડોદરીયાએ જણાવ્યુ હતુ કે રાષ્ટ્રીય સેવા યોજના શિબીર પ્રાકળતિક અને નૈસર્ગિક વાતાવરણ વિકાસની દિશા ચીંધનાર પરિબળ બની બહ્યુ છે. ગ્રામીણ વિસ્તારનાં ગ્રામવાસીઓ, વિદ્યાર્થીઓ માટે સામાજિક અથવા વ્યવસાયિક ઘડતરની દિશાદર્શન માટે ઉપયોગી બની રહે છે.
જે.જે.સી.ઇેટીનાં પ્રમુખ સુરેશભાઇ વેકીરયા, મીઠાપુરનાં સરપંચશ્રી બાલુભાઇ ત્રાડા, લેઉવા પટેલ સમાજનાં પ્રમુખશ્રી જયેશભાઇ કુંભાણી,સુભાષ મહિલા કોલેજનાં આચાર્ય પ્રો. બલરામ ચાવડા, ડો. અતુલ સાપરીયા, મીઠાપુર ગૌશાળાનાં પ્રમુખ જેન્તીભાઇ દોમડીયાએ પ્રાસંગિક વાતમાં શિબિરમાં થનાર પ્રવળતિ પ્રવળતિઓ જેવી કે પ્રભાતફેરી, યોગ-સૂર્ય નમસ્કાર, પશુરોગ નિદાન કેમ્પ, સર્વરોગ નિદાન કેમ્પ, વ્યાખ્યાન પ્રકળતિ સાથે મૈત્રીૅ વક્તાશ્રી પ્રો. પી.વી. બાસ્સીથા,ફીટ ઇન્ડિયા મુવમેન્ટ, વક્તાશ્રી મનિપભાઇ જીલડીયા, ‘બેટી બચાવો-બેટી પઢાવો', જાગળતિ અભિયાન,વ્યાખ્યાન સાઇબર કાઇમ,સ્ત્રી સશક્તિકરણ વ્યાખ્યાન વક્તાશ્રી મો.ડૉ. ખ્યાતિ વાઢેર, મીઠાપુર પ્રાથમિક શાળામાં વિવિધ સ્પર્ધા અને ઇનામ વિતરણ કાર્યક્રમ મીઠાપુરમાં જન સંખ્યા અને કળષિ પેદાશનો સર્વે જેવા કાર્યક્રમો વિદ્યાર્થીઓને ઉપયોગી હોવાની વાત કરી હતી. શિબીર દરમ્યાન જૂનાગઢનાં જાણીતા ફીજીશ્યન ડો. મુકેશ પાનસુરીયા, જાણીતા ઓર્થો સર્જન ધ્રુવિન વોરા,સ્ત્રી રોગ નિષ્ણાંત નિલેષ મારકણા અને ચિરાગ પાનુસરીયા દ્વારા ગ્રામજનોનાં આરોગ્યની તપાસણી થશે. જ્યારે વેટેનરી ડો. કપીલ ગજેરા અને ડો. હિતેષ કોટડીયા દ્વારા પશુરોગ સારવાર કેમ્પ યોજાશે. પ્રારંભે એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફીસર પ્રો.કળષ્ણકાંત પટોળીયાએ રાષ્ટ્રીય સેવા યોજના શિબિરની વિગતો ગ્રામજનોને વર્ણવી આમંત્રીત અતિથીઓને આવકાર્યા હતા કાર્યક્રમનાં અંતે આભાર દર્શન યુનિ.નાં એન.એસ.એસ. કો-ઓર્ડીનેટર પરાગ દેવાણીએ સંભાળ્યુ હતુ
(1:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
