<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th January 2026

મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ મોટા દેવામાં હોવાનો કર્યો સ્વીકાર, લેણદારોને પૈસા મળશે.

મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટીયા મોટા દેવામાં હોવાની ચર્ચા એ જોર પકડ્યું છે ત્યારે ખુદ જયંતી રાજકોટીયા એ આ વાતની કબુલાત આપી છે.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ જયંતી રાજકોટીયા મોટા દેવામાં હોય અને લેણદારો તેઓના ઘરે અને ઓફિસે ધક્કા ખાતા હોવાથી તેઓ વિદેશ ભાગી જવાના હોવાની ચર્ચા એ જોર પકડ્યું છે ત્યારે જીલ્લા ભાજપ પ્રમુખે મીડિયા સમક્ષ માહિતી આપતા તેને ધંધામાં દેવું થઇ ગયું હોવાની કબુલાત આપી હતી તેમજ ૭૦ % લોકોને પૈસા ની જગ્યાએ પોતાની પ્રોપર્ટી આપી દેવું ચૂકતે કરવાનો પ્રયાસ કર્યો હોવાનો દાવો પણ જયંતી રજકોટીયા એ કર્યો છે.હજુ પણ ૧૨૫ કરોડ ચૂકવાના બાકી હોય હોવાની કબુલાત કરી ૨ વર્ષમાં તમામ દેવું ચૂકતે કરી દેવાની ખાત્રી વ્યકત કરી હતી.
જો કે બે ત્રણ વિધ્ન સંતોષી લોકોએ દ્વારા બદનામ કરવામાં આવતા વિદેશ ભાગી જવાના હોવાની અફવા ફેલાવી છે પરંતુ જયંતીભાઈ મોરબી જ છે અને કાર્યાલય અને પાર્ટીના કામો પણ સાથે કરવા હોવાની વાત કરી હતી.મોટા દેવામાં સપડાયેલ ભાજપના પ્રમુખ ને પદ પરથી હટાવવા માટે બદનામ કરવામાં આવે છે કે લેણદારોને રકમ ચૂકવાતી ના હોવાથી વિદેશ ગમનની ચર્ચા એ જોર પકડ્યું છે તે છડેચોકે ચર્ચા છે તો ભાજપ પ્રમુખ દેવામાં હોવાથી વિદેશ ગમન કરશે તેને લઈને રાજકારણમાં પણ ગરમાવો આવી રહ્યો છે.

(2:50 PM IST)