News of Wednesday, 7th January 2026
જામનગરની ઠેબા ચોકડી નજીક વિદેશી દારૂની બોટલ-૨૪૬ તથા કાર મળી રૂ. ૪,૭૫,૬૦૦/- ના મુદામાલ સાથે એક ઇસમને પકડી પાડતી જામનગર એલ.સી.બી.
યશપાલસિંહ ઉર્ફે ગડીયો નરેન્દ્રસિંહ જાડેજા ઉવ.૩૨ રહે. જામનગર,મચ્છરનગર ગંગેશ્વર મંદિર પાસેની ધરપકડ : હિતેન્દ્રસિંહ ઉર્ફે વેલ્ડીંગ વિક્રમસિંહ વાળા રહે. પુનીતનગર જામનગર અને ઇનાયત ઉર્ફે તોતો ઉર્ફે ટાઇગર ઇબ્રાહીમ મસીયાર રહે. જામનગરની શોધખોળ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૭ : શ્રી પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ, શ્રી અશોકકુમાર (IPS) નાઓ ધ્વારા પ્રોહીબીશન કેસો શોધી કાઢવા જણાવેલ હોય,જેથી પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની (IPS) નાઓએ જામનગર જીલ્લામાથી દારૂ જુગારની બદીને નેસ્ત નાબુદ કરવા પ્રોહીબીશન કેસો શોધી કાઢવા સુચના કરતા એલ.સી.બી. ના પોલીસ ઇન્સ. શ્રી વી.એમ.લગારીયા નાઓના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. ના પો.સ.ઇ. શ્રી સી.એમ.કાંટેલીયા તથા પો.સ.ઇ. પી.એન.મોરી તથા સ્ટાફના માણસો જામનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા
દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના મયુરસિંહ પરમાર,યુવરાજસિંહ ઝાલા, રૂષિરાજસિંહ વાળાને મળેલ ખાનગી હકિકત આધારે જામનગર ઠેબા ચોકડી નજીકથી ફીએસ્ટા કાર નંબર જી.જે.૧૦ એફ ૯૭૨૮ માં યશપાલસિંહ ઉર્ફે ગડીયો નરેન્દ્રસિંહ જાડેજા રહે. જામનગર વાળો ઇગ્લીશ દારૂનો જથ્થો લઇ પસાર હોવાની હકિકત આધારે ફીએસ્ટા કાર કોર્ડનમાથી યશપાલસિંહ ઉર્ફે ગડીયો નરેન્દ્રસિંહ જાડેજા રહે.મચ્છરનગર જામનગર વાળાને પકડી પાડવામા આવેલ, મજકુર હસ્તકની ફીએસ્ટા કારમા ગ્રીન લેબલ વ્હીસ્કી- બોટલ- ૨૪૬ તથા કાર,મો.ફોન કબ્જે કરી, મજકુર આરોપીઓ વિરૂધ્ધ પો.હેડ કોન્સ.હિતેન્દ્રસિંહ જાડેજા એ ફરીયાદ રીપોર્ટ આપતા એ.એસ.આઇ. દિલીપભાઇ એન તલાવડીયા નાઓએ પ્રોહીબીશન ધારા હેઠળ કાયદેસર ની કાર્યવાહી કરેલ છે.
પકડાયેલ આરોપી ૧) યશપાલસિંહ ઉર્ફે ગડીયો નરેન્દ્રસિંહ જાડેજા ઉવ.૩૨ રહે. જામનગર,મચ્છરનગર ગંગેશ્વર મંદિર પાસે, ર) અટક કરવાના બાકી
૧) હિતેન્દ્રસિંહ ઉર્ફે વેલ્ડીંગ વિક્રમસિંહ વાળા રહે. પુનીતનગર જામનગર (નાશી જનાર ઇસમ ફરારી)
૨) ઇનાયત ઉર્ફે તોતો ઉર્ફે ટાઇગર ઇબ્રાહીમ મસીયાર રહે. જામનગર (ફરારી) વિગેરે ૩) કબ્જે કરેલ મુદામાલઃ-
ઇંગ્લીશ દારૂ બોટલ નંગ- ૨૪૬ કિ.રૂ. ૨,૭૦,૬૦૦/-
ફોર્ડ ફીએસ્ટા કાર કિ.રૂ. ૨,૦૦,૦૦૦/-તથા મોબાઇલ ફોન-૧ કિ.રૂ. ૫૦૦૦/-
કુલ રૂ. ૪,૭૫,૬૦૦/- કબ્જે કરવામા આવેલ છે.
આ કાર્યવાહી પો.ઇન્સ. વી.એમ.લગારીયા ના માર્ગદર્શન મુજબ પો.સ.ઇ. સી.એમ.કાંટેલીયા તથા પો.સ.ઇ. પી.એન.મોરી તથા એલ.સી.બી. સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, દિલીપભાઇ તલવાડીયા, કાસમ બ્લોચભાઇ,હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઇ કોડીયાતર, ભરતભાઇ ડાંગર, યુવરાજસિંહ ઝાલા,મયુદીનભાઇ સૈયદ,ધનશ્યામભાઇ ડેરવાળીયા, ક્રિપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, ભયપાલિંહ જાડેજા, કિશોરભાઇ પરમાર, સુમીતભાઇ શીયાર, રૂષીરાજસિંહ વાળા,મયુરસિંહ પરમાર, અરજયભાઇ વીરડા,ધમેન્દ્રસિંહ જાડેજા, સુરેશભાઇ માલકીયા,દયારામ ત્રિવેદી, બીજલભાઇ બાલાસરા તથા ધમેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર વિગેરે દ્રારા કરવામા આવેલ છે.
(3:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
