<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th January 2026

નાર્કો ટેસ્‍ટમાં રાજકુમાર જાટને માર માર્યાનો કે કાવતરૂ રચ્‍યાનો ગણેશ ગોંડલનો ઇન્‍કાર

આજે તપાસનીશ અધિકારી દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં નાર્કોટેસ્‍ટ રિપોર્ટ રજુ

ગોંડલ, તા.૭: રાજકુમાર અપમળત્‍યુ કેસમાં ગણેશ ગોંડલના કરાયેલા નાર્કો ટેસ્‍ટના રિપોર્ટમાં નવો વળાંક આવ્‍યો છે. ૧૧મી ડીસેમ્‍બરે ગણેશ ગોંડલના નાર્કો ટેસ્‍ટની કામગીરી પૂર્ણ કરાયા બાદ આજે તપાસ અધિકારી દ્વારા ગુજરાત હાઈકોર્ટ સમક્ષ રિપોર્ટ રજૂ કરવામાં આવ્‍યો હતો.

સુરેન્‍દ્રનગર પોલીસે કરેલી તપાસનો રિપોર્ટ હાઈકોર્ટ સમક્ષ મૂકાયો આજે સુરેન્‍દ્રનગર પોલીસે કરેલ તપાસ રીપોર્ટ કોર્ટ સમક્ષ મુકાયો હતો. જેમાં સરકારી વકીલે જણાવ્‍યું હતું કે SP અને અન્‍ય અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી હતી. ટેકનિકલ વસ્‍તુઓ ઉપર તપાસ કરાઈ છે. જેમા CDR અને નાર્કો એનાલિસિસ, સાહેદોના નિવેદન વગેરેનો સમાવેશ થાય છે. નાર્કો એનાલિસિસ ટેસ્‍ટનો રીપોર્ટ ફરિયાદીના સમર્થનમાં નથી. નવી ટીમે તપાસ પૂર્ણ કરી દીધી છે. યોગ્‍ય કોર્ટ સમક્ષ રિપોર્ટ ફાઇલ કરાશે એટલે કે ટ્રાયલ કોર્ટ સમક્ષ રીપોર્ટ ફાઇલ કરવામાં આવશે. ત્રણ બાબતમાં તપાસ કરવાની હતી જેમાં એક મળતકના ખોવાયેલાની ફરિયાદ ઉપર, એક NC કમ્‍પલેન ઉપર અને એક અકસ્‍માત મળત્‍યુની ફરિયાદ ઉપર. તપાસ અધિકારીએ ૦૫ બાબતો ધ્‍યાનમાં રાખી તપાસ કરી છે.

અરજદારના વકીલે સુરેન્‍દ્રનગર પોલીસ દ્વારા ફેર તપાસના રિપોર્ટ માંગ્‍યા હતા. સરકારી વકીલે જણાવ્‍યું હતું કે ચાર્જશીટ અને રિપોર્ટ ટ્રાયલ કોર્ટ સમક્ષ ફાઇલ કરવાના છે. આ અકસ્‍માતનો કેસ છે, ચાર્જશીટ સાથે બધું ફાઇલ કરવામાં આવશે. મળતકના પિતાને તમામ કાગળિયા અપાશે. તપાસના રેકર્ડના કાગળિયા વધારે હોવાથી અત્‍યારે કોર્ટ સમક્ષ મૂકી શકાયા નથી.

૧૧ ઇસમોના નામ જાણવાજોગ ગોંડલ પોલીસ મથકે નોંધાયેલ અરજીમાં સામે આવ્‍યા છે. જેમાં પૂર્વ ધારાસભ્‍ય સાથે મારામારીની વાત છે. ગણેશ ગોંડલ નાર્કો ટેસ્‍ટમાં ૩૧ પ્રશ્‍નો પૂછવામાં આવ્‍યા હતા. કોઈને માર માર્યો હોવાનું કે કાવતરું કર્યું હોવાનો તેને ટેસ્‍ટમાં ઇનકાર કર્યો છે. NC, ખોવાવાના અને અકસ્‍માતની ચાર્જશીટ ટ્રાયલ કોર્ટમાં ફાઇલ કરાશે. ફરિયાદીને રિપોર્ટ આપવામાં આવશે.

(4:17 PM IST)