News of Wednesday, 7th January 2026
દ્વારકાધીશનના ‘શળંગારના જાદુગર' શ્રી નેતાજી પૂજારીનો જન્મદિવસ

(વિનુભાઈ સામાણી દ્વારા) આજે ૭ જાન્યુઆરીના રોજ દ્વારકા જગત મંદિરના લોકપ્રિય નિજ પૂજારી શ્રી નેતાજી પૂજારીનો જન્મદિવસ છે. ભગવાન કાળિયા ઠાકોરના અલૌકિક અને મનમોહક શળંગાર કરવા માટે તેઓ વિશ્વભરમાં ‘શળંગારના વિશેષ કસબી' તરીકે જાણીતા છે.
તેમની સરળતા અને ભક્તિને કારણે દેશ-વિદેશના સામાન્ય ભક્તો તેમજ ઉદ્યોગપતિઓ અને સેલિબ્રિટીઓમાં તેઓ ખૂબ જ આદરણીય છે. જન્મદિવસ નિમિત્તે વહેલી સવારથી જ દ્વારકા અને સોશિયલ મીડિયા પર શુભેચ્છાઓની હેલી જોવા મળી રહી છે. ભક્તો દ્વારા તેમના ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે ભગવાન દ્વારકાધીશના ચરણોમાં પ્રાર્થના કરવામાં આવી રહી છે. (મો.૯૮૨૪૨ ૮૫૩૫૨) (તસ્વીરઃ દિપેશ સામાણી, દ્વારકા)
(4:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
