News of Thursday, 8th January 2026
સુધારા શેરીમાં આવેલ મોરબી મનપાનું ફાયર સ્ટેશન હંગામી ધોરણે કેસરબાગ ખાતે શિફ્ટ કરાયું.
ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસને લગતી તમામ સુવિધા માટે કેસરબાગ, એલ.ઈ. કોલેજ રોડ ખાતે સંપર્ક કરવો

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી મહાનગરપાલિકા હસ્તક આવેલ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસ સુધારા શેરી, સરદાર રોડ ખાતે આવેલ હતી. જ્યાં નવા ફાયર સ્ટેશનનું બાંધકામ ચાલુ કરાયું હોવાથી હંગામી ધોરણે કેસરબાગ, એલ.ઈ. કોલેજ રોડ ખાતે શિફ્ટ કરવામાં આવ્યું છે. આથી મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસને લગતી તમામ સુવિધા માટે કેસરબાગ, એલ.ઈ. કોલેજ રોડ ખાતે સંપર્ક ક૨વા જણાવાયું છે.
(12:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
