<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th January 2026

ભાવનગરમાં કાર ડિવાઇડર સાથે અથડાતા દારૂની રેલમછેલઃ મહિલા સહિત બે ના મોત

કારમાંથી ૨.૬૩ લાખની કિંમતની દારૂની ૧૧૩૦ બોટલો મળીઃ રેણુબેન અને કાર ચાલકના મૃત્‍યુઃ બેને ઇજા

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૮ :..  ભાવનગર તરફ આવી રહેલી કારના ચાલકે કાબુ ગુમાવતા નારી ગામ પાસે કાર ડિવાઈડર સાથે ધડાકા ભેર અથડાઈ હતી અને કારનો કચ્‍ચર ઘાણ નીકળી ગયો હતો અને આ કારમાં વિદેશી દારૂનો જથ્‍થો પણ હતો અકસ્‍માત સર્જાતા રોડ પર દારૂની રેલમ છેલ થઈ ગઈ હતી તેમજ કારમાં સવાર મહિલા સહીત ચાર લોકોને ઈજાઓ થતા સારવાર અર્થે ૧૦૮ સેવા દ્વારા હોસ્‍પિટલ ખસેડાયા હતા બનાવની જાણ થતા વરતેજ પોલીસ દોડી ગઈ હતી અને રોડ પર વિખેરાયેલ દારૂ એકઠો કરી કબ્‍જે લીધો હતો અને આ દારૂ કોણ અને કયાંથી લાવ્‍યું તે દિશામાં તપાસ હાથ ધરી હતી. દરમિયાન કારમાં બેઠેલ મહિલા સહિત બે ના મોત નીપજ્‍યા છે.

 માહિતી મુજબ   રામાપીરના મંદિર પાસે અકસ્‍માત થયાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટના સ્‍થળે પહોંચ્‍યો હતો અને તપાસ કરતા કારની બહાર તેમજ કારમાં ઈંગ્‍લીશ દારૂની નાની મોટી બોટલો હોય ઙ્કથમ ઈજાગ્રસ્‍તોને સારવાર માટે હોસ્‍પિટલ ખસેડાયેલા ર્અીને કાર સહિત દારૂનો મુદ્દામાલ કબ્‍જે કરેલ  પોલીસે  ગણતરી કરતા  ઈંગ્‍લીશ દારૂની ૧૧૩૦ બોટલો કી.રૂ. ૨.૬૨ લાખ તેમજ કાર કી.રૂ. ૩ લાખ મળી કુલ રૂ. ૫.૬૨ લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાર ચાલાક હરિયાણાના કમલ પંડિત, તેમજ કારમાં સવાર અજય દલબીરસિંઘ ગોરીયા રહે.જીંદ-હરિયાણા તેમજ યોગીન્‍દ્ર તથા રેણુબેન સામે  ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

દરમિયાન કારમાં બેઠેલ અને ઈજા પામનાર રેણુબેન તથા ડ્રાઇવર કમલભાઈ પંડિતના સારવાર દરમિયાન હોસ્‍પિટલમાં મોત  નીપજ્‍યા છે.

(11:31 AM IST)