<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th January 2026

જસદણમાં સ્‍વામિનારાયણ મંદિરે પારાયણ તથા શ્રી હરિયાગનું આયોજન

શાસ્‍ત્રી ભકિતજીવનદાસની સ્‍મળતિમાં યોજાશે ધાર્મિક કાર્યક્રમઃ ૧૨૫ કુંડી હરીયાગની તડામાર તૈયારીઃ હરીભક્‍તોમાં હરખની હેલીઃ ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા અનુરોધ

(વિજય વસાણી દ્વારા)આટકોટ તા.૮: જસદણ સ્‍વામિનારાયણ મંદિર દ્વારા અક્ષર નિવાસી શાસ્‍ત્રી ભક્‍તિ જીવનદાસજી સ્‍વામીની સ્‍મળતિમાં સત્‍સંગિજીવન કથા પારાયણ તેમજ ૧૨૫ કુંડી શ્રી હરિયાગનું ભવ્‍ય અને દિવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું છે.

જસદણની પ્રસાદીભૂત ભુમી પર ચાર દાયકા સુધી સત્‍સંગ-ભક્‍તિની સુંગંધ મહેકાવનાર અક્ષર નિવાસી શાસ્‍ત્રી ભક્‍તિજીવનદાસજી સ્‍વામી ૯૩ વર્ષનું દીર્ઘાયું જીવન જીવી અશ્વરનિવાસી થયા હતા ત્‍યારે શાસ્‍ત્રી સ્‍વામીની સ્‍મળતિમાં સત્‍સંગિજીવન કથા પારાયણ તથા ગુરુદેવ શાસ્‍ત્રીજી મહારાજ ધર્મજીવનદાસજી સ્‍વામીની ૧૨૫મી જન્‍મ જયંતી ઉપક્રમે ૧૨૫ કુંડી શ્રી હરિયાગનું આયોજન સંતગુવિભૂષિત ગુરુ દેવકળષ્‍ણદાસજી સ્‍વામી તથા  મહંત સ્‍વામી દેવપ્રસાદદાસજી સ્‍વામીના શુભાશીર્વાદ અને સુરત ગુરુકુળ તથા નીલકંઠ ધામના નિર્માતા સદગુરુ ધર્મવલ્લભદાસજી સ્‍વામીની પ્રેરણાથી કરવામાં આવ્‍યું છે.

આ પ્રસંગે ગુરુકુળ પરિવારના નવયુવાન વિદ્વાન શાસ્‍ત્રી મંગલસ્‍વરુપ સ્‍વામી તથા શાસ્‍ત્રી નિલકંઠચરણ સ્‍વામી વ્‍યાસાસને બિરાજી સંગીતની સુરાવલી સાથે દિવ્‍ય કથામળતનું રસપાન કરાવશે.

તા.૯ થી તા.૧૩ સુધી પાટીદાર શૈક્ષણિક ભવન આટકોટ રોડ જસદણ ખાતે સત્‍સંગિજીવનકથા પારાયણ યોજાશે કથા શ્રવણનો સમય બપોરે ૩.૩૦ થી ૬.૩૦ તથા રાત્રે ૮ થી ૧૧ નો રહેશે.

તા. ૧૧ ને રવિવારે જસદણ આટકોટ હાઇવે ઉપર હેલીપેડ ગ્રાઉન્‍ડની પાછળ સ્‍વામિનારાયણ ગુરુકુળ ખાતે ૧૨૫ કુંડી શ્રી હરિયાગ યોજાશે. જેમાં સવારે ૭.૩૦ કલાકે અરણમંથન અને ૭.૩૦ થી ૧૨ કલાક સુધી પૂજન તથા યજ્ઞ યોજાશે. આ પ્રસંગે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા,ગુજરાત ભાજપના પુર્વ ઉપાધ્‍યક્ષ ડો.ભરતભાઈ બોઘરા, ખોડલધામના ટ્રસ્‍ટી  દિનેશભાઈ બાંભણિયા, ડો.દીપકભાઈ રામાણી, ડો.સોમેશભાઈ કટેશીયા,અરજણભાઈ રામાણી, ડો. પંકજભાઈ કોટડીયા, મનુભાઈ ખોખરીયા સહિતના મહાનુભાવો ઉપસ્‍થિત  રહેશે.  કથા પારાયણના મુખ્‍ય યજમાન યોઞી ઈન્‍ડસ્‍ટ્રીઝ વાળા ગોવિંદભાઈ કરસનભાઈ રામાણી, યોગેશભાઈ ગોવિંદભાઈ રામાણી, વિરલભાઈ તથા હાર્દિકભાઈ રામાણી, શૈલેષભાઈ કેશુભાઈ પોકળ, અરજણભાઈ જીવરાજભાઈ રાદડિયા, ચિ.અશ્વિનભાઈ તથા જગદીશભાઈ,પારાયણના સહયજમાન વિપુલભાઈ મનસુખભાઈ સુળીયા શ્રી હરિ નમકીનવાળા વગેરે ઉપસ્‍થિત રહેશે.

શ્રી હરિયાગના મુખ્‍ય યજમાન ડો.મિલનભાઈ વાજા, યોગેશભાઈ રવજીભાઈ ખેર, અભિષેકકુમાર સતિષભાઈ સાવલિયા, સહયજમાન -જયસુખભાઈ સંખળવા, જીજ્ઞેશભાઈ ગોળકીયા, મયુરભાઈ વેકરીયા, રાજેશભાઈ શેલડીયા, સ્‍મિતભાઈ દેવાણી,શૈલેષભાઈ માલવિયા વગેરે ૧૨૫  ભાઈઓ સજોડે યજ્ઞમાં આહુતિઓ આપશે.

આવતીકાલે બપોરે ૩.૩૦ કલાકે પોથીયાત્રાના યજમાન યોગેશભાઈ ગોવિંદભાઈ રામાણીના ઘેરેથી કથા સ્‍થળે પહોંચશે. મહિલા મંચ તા. ૧૦ ના રોજ બપોરે ૧ થી ૩.૩૦ સુધી યોજાશે કથા અંતર્ગત જન્‍મોત્‍સવ, યજ્ઞોપવિત, ગઢપુર આગળ, પુષ્‍પદોલોત્‍સવ, શાકોત્‍સવ સહિતના ઉત્‍સવો ઉજવાશે. કથા પારાયણ સહિતના વિવિધ ઉત્‍સવોમાં તેમજ શ્રી હરિયાગમાં ઉપસ્‍થિત રહેવા શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્‍થાન હેઠળના જસદણ સ્‍વામિનારાયણ મંદિરનું સંચાલન  કરતા ધર્મનંદન સ્‍વામીએ સર્વેને ઉપસ્‍થિત રહેવા અનુરોધ કર્યો છે.

(11:55 AM IST)