<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th January 2026

અમરેલી જીલ્લામાં ૫૧ સ્‍થળોએ દેશી દારૂના દરોડાઃ ૧૧ મહિલા સહિત ૪૪ ઝડપાયા

 

અમરેલી તા.૮:  અમરેલી જીલ્લામાં પોલીસે જુદા જુદા ૫૧ સ્‍થળોએ દેશી દારૂના દરોડાઓ પાડી ૧૧ મહિલા સહિત ૪૪ શખ્‍સોને મુદામાલ સાથે ઝડપી પાડયા હતા.જેમાં અમરેલીસીટી,અમરેલી તાલુકા, સાવરકુંડલા ટાઉન, જાફરાબાદ મરીન, વડિયા, બગસરા, જાફરાબાદ ટાઉન,બાબરા, નાગેશ્રી, લીલીયા,લાઠી, વંડા, ખાંભા,ધારી, સાવરકુંડલા રૂરુલ, દામનગર, રાજુલા પોલીસ દ્વારો કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

જયારે જીલ્લામાં જુદા જુદા સ્‍થળોએથી પોલીસે ૧ વાહન ચાલક સહિત ૨૨ શખ્‍સોને નશો કરી રાજાપાઠમાં નીકળતા ઝડપી લઈ જેલની હવા ખવડાવી સરભરા કરી હતી.જેમાં નાગેશ્રી, ડુંગર, વડિયા, બગસરા, જાફરાબાદ ટાઉન, ચલાલા, અમરેલી તાલુકા, અમરેલી સીટી,બાબરા, નાગેશ્રી,લીલીયા, સાવરકુંડલા ટાઉન,ખાંભા અને ધારી પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

(1:18 PM IST)