<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th January 2026

લીલીયા તાલુકામાં સિંચાઈના કામ માટે ૬.૪૦ કરોડ મંજુર કરાવતા મહેશ કસવાલા

ભુપેન્‍દ્રભાઈ પટેલ અને ઈશ્‍વરભાઈ પટેલ સમક્ષ રજૂઆત

(ઈકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા.૮: લીલીયા તાલુકામાં સિંચાઈ સુવિધાઓ મજબૂત બને તે હેતુસર ૧)નાના લીલીયા ગામે માટીના બંડને મરામત કરવાની કામગીરી, ૩૧.૨૧ લાખનું કામ, ૨) ભેસવડી ચેકડેમને મરામત અને મજબુત કરવાનું કામ ૧૨૭.૭૩ લાખનું કામ ૩) કુતાણા ગામે જરૂરી મરામત અને મજબૂતાઈનું કામ ૫.૯૬ લાખનું કામ, ૪) ઈગોરાળા ડાંડ બંધારા ડેમમાં મરામત અને મજબુતાઈનું કામ ૧૮.૮૪ લાખનું કામ, ૫) ઈગોરાળા ડાંડ ચેકડેમ રીપેરીંગનું કામ ૪.૫૦ લાખનું કામ, ૬) સલડી ગામે નાની સિંચાઈના મરામત અને મજબુતાઈનું કામ ૨૮૬.૩૦ લાખનું કામ ૭) મોટા કણકોટ પુર સરક્ષણ દીવાલનું કામ ૨૯ લાખનું કામ ૮) બોડીયા ગામે પ્રોટેક્‍શન વોલનું કામ ૪૮.૦૬ લાખનું કામ ૯) સલડી ગામે સ્‍મશાન પાસે ૨૪.૦૭ લાખનું એફ.પી વોલનું કામ ૧૦) પુંજાપાદર ગામે ચેકડેમ મરામત અને મજબૂતાઈ ૬૬.૧૪ લાખનું કામ ૧૧) ક્રાંકચ ગામે તળાવનું રીનોવેશનનું ૫.૦૦ લાખનું કામલીલીયા તાલુકાના  કુલ ૧૧ સિંચાઈના કામો માટે  ૬.૪૦ કરોડની રકમ મંજૂર કરાવવામાં આવી છે. આ મહત્‍વપૂર્ણ વિકાસકામોની મંજૂરી ધારાસભ્‍ય મહેશભાઈ કસવાલાની સક્રિય રજૂઆત અને સતત પ્રયત્‍નોના પરિણામે મળી છે.

આ મંજૂર થયેલ સિંચાઈના કામોથી લીલીયા તાલુકાના ખેડૂતોને પૂરતું સિંચાઈ પાણી મળશે, ખેતી ઉત્‍પાદન વધશે તેમજ ગ્રામ્‍ય વિસ્‍તારની આર્થિક સ્‍થિતિ મજબૂત બનશે.

લીલીયા તાલુકાના સિંચાઈ વિકાસ માટે આ મહત્‍વપૂર્ણ સહાય બદલ મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ તથા જળસંપતી મંત્રી ઈશ્વરભાઈ પટેલનો ધારાસભ્‍ય મહેશભાઈ કસવાલાએ તાલુકાવાસીઓ વતી આભાર વ્‍યક્‍ત કર્યો છે.

(1:25 PM IST)