News of Thursday, 8th January 2026
સાવરકુંડલાના મઢડા ગામના સરપંચ સામે તાલુકા વિકાસ અધિકારીને રજુઆત
ઉચાપત તથા દબાણ મુદે ઉપસરપંચ હારૂનભાઇ ડી. દલની ફરિયાદ

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા.૮: સાવરકુંડલા તાલુકાના મઢડા ગામનાં ઉપસરપંચ હારૂભાઇ ડી. દલે સાવરકુંડલા તાલુકા વિકાસ અધિકારીને પત્ર પાઠવીને મઢડાના સરપંચ મુદે રજુઆત કરી છે.
હારૂનભાઇ દલે વધુમાં જણાવ્યુ છે કે, મઢડા ગામના સરપંચ નાજાભાઈ કરશનભાઈ સરવૈયા દ્વારા વર્ષ ૨૦૨૨/૨૩ અન્વયે મંજુર થયેલ અનુસુચિત જાતિ વિસ્તામાં પ્રોટેકશન વોલ નું કામ ન કરી સ્વભંડોળના નાણા રકમ રૂા.૪૦,૦૦૦/- અંકે રૂપિયા ચાલીસ હજાર તા.૦૧/૦૪/૨૦૨૩ ના રોજ ઉપાડી પોતાના અંગત સ્વાર્થમાં વાપરેલ હોય અને કામ ન કરી ગ્રામ પંચાયતના નાણાની ઉચાપત કરેલ હોય આ અંગે તપાસ કરી કાયદેસર ઉચાપત નો ગુન્હો દાખલ કરવા માંગ કરી છે.
આ ઉપરાંત મઢડા ગામના સરપંચ નાજાભાઈ કરશનભાઈ સરવૈયા દ્વારા મોટા પાયે સરકારશ્રીની અલગ-અલગ ગ્રાન્ટ અને યોજનાના કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર કરેલ હોય જેની વિગત નીચે મુજબ વિગતવાર રજુઆત છે. જેની તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા માંગણી છે.
મઢડા ગામે રહેણાકી વિસ્તાર ન હોવા છતાં ભોકરવાના રસ્તે બિન ઉપયોગી ગટર કામ રૂા.૪,૫૦,૦૦૦૦/- ની આસપાસ રકમનું કરવામાં આવેલ છે જે ગટર તદ્દન બીનઉપયોગી હોય બિલકુલ રહેણાકી વિસ્તાર નથી. જેની તપાસ કરી કાર્યવાહી કરવા અને જરૂરી જગ્યાએ આ ગટરનું કામ કરાવવુ આ કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર કરેલ છે.
નાણા પંચમા ગ્રામ પંચાયતને મળેલ ટ્રેકટરનો સરપંચ અને તેના અગત માણસો ઉપયોગ કરે છે ગામમા કયારેય સફાઈ કરાવમાં આવતી નથી કે સફાઈ થતી નથી અને સફાઈ વેરામાંથી માસીક ૨ હજાર રૂપીયા ટેકટરના ડ્રાઈવરને ચુકવવામાં આવે છે. જે ગેરકાયદેસર છે અને સતાનો દુરઉપયોગ સરપંચ દ્વારા કરવામાં આવે છે. સફાઈ થતી નથી અને ખર્ચે પાડવામાં સરપંચ દ્વારા થાય છે તેની તપાસ કરી પગલા ભરવા માંગણી છે. સરકારશ્રીએ ગ્રામ સભા જાહેર કરેલ હોવા છતાં સરપંચે ગ્રામ સભા બંધ રાખેલ અવાર-નવાર કહેવા છતાં ગ્રામ સભા બોલાવેલ નહી અને જવાબ આપે કે મારી મરજી થશે ત્યારે ગ્રામ સભા બોલાવીશ તમારે થાય તે કરી લેવુ. આવા એક પ્રતિનિધીને ન છાજે તેવા જવાબો આપે છે અને મનસ્વી રીતે સતા ચલાવે છે જેની તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા માંગણી છે.
ડી.એમ.એફ ડીસ્ટ્રીકટ મીનરલ ફાઉડેશન ના કામ અન્વયે રી.ચાર્જે પીટમાં કરેલ ગેરરીતી નો રીપોર્ટે તપાસ ટીમનો નબળા કામનો કરેલ ગેરરીતીનો રીપોટૅ, તપાસ ટીમનો નબળા કામનો હોવા છતાં સરપંચ દ્વારા ચુકવણુ કરવામાં આવેલ છે.જે તેના અંગત માણસોને નાણા ચુકવી આપેલ હોય તપાસ કરી પગલા કરવા અને કાયદેસરની કાર્યવાહી કરવા માંગણી કરેલ છે. સરપંચ દ્વારા વિકાસ કામે જેવા કે જરૂરીયાત વાળા આંતરિક રસ્તાના કામો કરવાના બદલે તેના પોતાના ગેરકાયદેસર દબાણવાળા રહેણાંકીય મકાનનું ચારેય દિશાએ બ્લોક પેવીંગ ફીટ કરેલ હોય, અને સતાનો દુરઉપયોગ કરી કામ કરેલ છે.તો તપાસ કરી પગલા ભરવા અમારી માંગણી છે.
સરપંચે ગેરકાયદેસર દબાણ કરેલ હોય તેના અંગત માણસો દ્વારા ગામતળમાં તથા ગૌચરમાં મોટા પાયે ગેરકાયદેસર અને અનઅધિકળત રીતે કરેલા દબાણ ખુલ્લા કરાવી યોગ્ય કાર્યવાહી કરવા અમારી માંગણી છે. યોગ્ય તપાસ કરવા અને અમો ગામના ઉપસરપંચ પંચાયતના સભ્ય અને ગ્રામજનોની માંગણી છે. દિવસ-૧૫ માં યોગ્ય કાયદેસર કાર્યવાહી કરવામાં નહી આવે તો. ઉપવાસ આંદોલન ઉપર ઉતરવાની ફરજ પડશે તેમ જણાવ્યુ છે
(1:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
