<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th January 2026

નરેન્‍દ્રભાઇની આગેવાનીમાં વિકસીત ભારત, રોજગાર- આજીવિકા મિશન અગ્રેસરઃ પુનમબેન માડમ

જામનગર જીલ્લા ભાજપ કાર્યાલયે સાંસદની પત્રકાર પરિષદ યોજાઇ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા.૮: વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન(ગ્રામીણ) VB-G RAM-G અધિનિયમ, ૨૦૨૫ અંગે સાંસદની પત્રકાર પરિષદ યોજાઈ. જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જામનગર - દેવભૂમિ દ્વારકા સાંસદ પૂનમબેન માડમ, જામનગર જિલ્લા ભાજપ અધ્‍યક્ષ ડો. વિનોદભાઈ ભંડેરી, જામનગર શહેર અધ્‍યક્ષ બિનાબેન કોઠારીએ વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન(ગ્રામીણ) VB-G RAM-G અધિનિયમ, ૨૦૨૫ અંગે પત્રકાર પરિષદને સંબોધન કર્યુ.

વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીના ગત ૧૧ વર્ષના કાર્યકાળ દરમિયાન દરેક નિર્ણયમાં લોકહિત કેન્‍દ્રસ્‍થાને રહ્યુ છે. તેમ સાંસદ પૂનમબેન માડમએ જણાવી ઉમેર્યું હતું કે VB-G RAM-G લોકોને વધુ રોજગારી, વધુ આવક અને વધુ આર્થિક સુરક્ષા આપશે. પીએમ મોદીના વિઝન હર હાથ કો કામ, હર કામ કા સન્‍માનને સાકાર કરવામાં, ગામડા અને ગરીબોને સશક્‍ત કરવામાં VB-G RAM-G મહત્‍વનો ભાગ ભજવશે. ગ્રામીણ અર્થતંત્રને વેગ આપવા મહાત્‍મા ગાંધીજીના વિચારોને અનુરૂપ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઇ મોદીના નેતળત્‍વ હેઠળની દેશની કેન્‍દ્ર સરકારનું અતિમહત્‍વપૂર્ણ પગલું છે. સાંસદ પૂનમ મોડમે કોંગ્રેસને આડેહાથ લેતા જણાવ્‍યું હતું કે, કોંગ્રેસને રામ,ગામ અને કામ આ ત્રણેય શબ્‍દથી વાંધો, કોંગ્રેસને રામનું નામ,ગામમાં થતો વિકાસ અને છેવાડાના માનવીને કામ મળે તે ગમતું નથી.  (ફોટોઃ કિંજલ કારસરીયા, જામનગર)

(1:37 PM IST)