<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th January 2026

પોરબંદર મનપા દ્વારા ગત વર્ષ રેસ્‍કયુ કામગીરીમાં ૨૫ માનવ જીંદગી અને ૩૬ પશુઓને બચાવ્‍યા

 

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા.૮: મહાનગરપાલિકા દ્વારા ગત વર્ષ ૨૦૨૫માં ફાયર અને ઇમરજન્‍સી સર્વિસ વિભાગ રેસ્‍કયુ કામગીરી દરમિયાન ૨૫ માનવ જીંદગી અને ૩૬ પશુઓને બચાવ્‍યા હતા.

મનપાની રેસ્‍કયુ ટીમે અલગ અલગ સ્‍થળોએ આગ બુઝાવીને નુકસાન તથા જાનહાનિ અટકાવી હતી.

મહાનગરપાલિકા દ્વારા આકસ્‍મીક  સંજોગોમાં સુરક્ષાની નોંધપાત્ર કામગીરી કરી હતી. મહાનગરપાલિકા કમિશનર હસમુખભાઇ પ્રજાપતિ ડેપ્‍યુટી કમિશનર મનન ચતુર્વેદી અને હર્ષ પટેલના માર્ગદર્શન હેઠળ ફાયર વિભાગ દ્વારા ઇન્‍ચાર્જ ફાયર ઓફિસર અભયભાઇ મહેતાના નેતૃત્‍વ હેઠળ ૪૦ સભ્‍યોની ટીમે શહેરમાં આકસ્‍મિક સ્‍થિતિમાં સમયસર પહોંચીને બચાવ કામગીરી કરી હતી.

ચોમાસા દરમિયાન નદી નાલામાં પાણીમાં ફસાયેલા માનવ અને પશુઓને બચાવવામાં રેસ્‍કર્યુ ટીમે કામગીરી કરી હતી. મુખ્‍યમંત્રીના કાર્યક્રમ સહિત કુલ ૩૯ કાર્યક્રમોમાં સુરક્ષા માટે મનપાએ સરાનહીય  કાર્ય કર્યું હતું.

(1:42 PM IST)