News of Thursday, 8th January 2026
લાલપુરના સેવક ભરૂડીયાની સીમમાં જૂગાર રમતા ૨૪ ઝડપાયાઃ ૧૫.૭૮ લાખનો મુદામાલ જપ્ત : જુઓ વિડિયો
રોકડ રકમ, મોબાઇલ, ઇકો ગાડી સહિતનો મુદામાલ કબ્જેઃ ૨ની શોધખોળઃ જામનગર એલસીબી ટીમનો સપાટો

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૮: પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ, અશોકકુમાર (IPS) નાઓ તથા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની (IPS) નાઓએ દારૂ જુગારના કેસો શોધી કાઢવા સુચના કરવામા આવેલ હોય જેથી એલ.સી.બી.ના પોલીસ ઇન્સ. વી.એમ.લગારીયા નાઓના માર્ગદર્શન મુજબ એલ.સી.બી.ના પો.સ.ઇ. સી.એમ.કાંટેલીયા તથા પો.સ.ઇ. એમ.વી.ભાટીયા તથા સ્ટાફના માણસો લાલપુર તાલુકા વિસ્તારમાં દારૂ જુગારધારા ના કેસો શોધી કાઢવા પેટ્રોલીંગમાં હતા
દરમ્યાન એલ.સી.બી.ના સુમીતભાઇ શિયાર, ભયપાલસિંહ જાડેજા, ક્રિપાલસિંહ જાડેજા, અજયભાઇ વીરડાનાઓને મળેલ હકિકત મળેલ કે, લાલપુર તાલુકાના સેવક ભરૂડીયા ગામની સીમ ની વાડીમા (૧) દોસમામદ જુમાભાઇ ખીરા રહે.મસીતીયા ગામ તથા (ર)કિશન મનસુખભાઈ મકવાણા રહે.જામનગર,નાગેશ્વર કોલોની વાળા બન્ને ઇસમો મળી બહારથી માણસો બોલાવી ઘોડીપાસાનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી પોતાના અંગત ફાયદા સારૂ નાલના પૈસા ઉઘરાવી જુગારનો અખાડો ચલાવે છે.તેવી હકિકત મળતા રેઇડ કરતા ૨૪ ઇસમોને રોકડ રકમ,ઇકોગાડી, મો.ફોન,ધોડીપાસા મળી કુલ રૂ.૧૫,૭૮,૦૦૦/ ના મુદામાલ સાથે પકડી પાડી, તેમજ બે ઇસમોને પકડવાના બાકી હોય, જેથી મજકુર ઇસમો વિરૂધ્ધ પોલીસ કોન્સ.અજયભાઇ વીરડા ફરીયાદ રીપોર્ટ આપતા પો.સબ ઇન્સ સી.એમ.કાંટેલીયા નાઓએ જુગારધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
પોલીસે (૧) દોસમામદ જુમાભાઇ ખીરા ધંધો ખેતી રહે. કનસુમરા તા.જી. જામનગર (ર) અનવરમિયા આમદમિયા સાહમદાર ધંધો. મજુરી રહે. શંકર ટેકરી જામનગર (૩) રઇસ સલીમભાઈ ખુરેશી ધંધો. મજૂરી રહે. રાંદલ નગર જામનગર (૪) ગિરીશ છમનમલ રાજાણી ધંધો.મજુરી રહે.નાનકપુરી જામનગર (૫) ઇલિયાસ ઈકબાલ ધ્રોલિયા ગરાણા ધંધો મજૂરી રહે. મોરકંડા રોડ સનસીટી,જામનગર (૬) દિનેશ ઉર્ફ ટકો રમણીકભાઈ લખીયાર ધંધો. મજુરી રહે.ખંભાળિયા નાકા બાહાર નાગર ચકલો જામનગર (૭) ફિરોજ ઉર્ફ પપ્પુ હુસેનભાઈ ખફી ધંધો મજુરી રહે.વોરા હજીરા નાગેશ્વર જામનગર (૮) કલ્પેશ બાલમુકુંદભાઈ પંડ્યા ધંધો.મજૂરી રહે. કિસાનચોક જામનગર (૯) અશરફ ઉર્ફ ટીપો મામદભાઈ ખફી ધંધો મજૂરી રહે.સોનાપુરી સ્મશાન જામનગર (૧૦) હનીફ ઇસ્માઈલ હમીરાણી ધંધો. મજૂરી રહે.ગુલાબ નગર પહેલો ઢાળીયો જામનગર (૧૧) અહેમદ કાસમભાઇ હાલાણી ધંધો.મજૂરી રહે.નાગનાથ ગેટ જુનો કુંભારવાડો જામનગર (૧ર) રવજી નારણ વાઘોણા ધંધો મજૂરી રહે.શંકર ટેકરી સુભાષપાર્ક જામનગર (૧૩) ઇમરાન ઉર્ફે ઇભુડો અબુભાઈ પતાણી ધંધો.મજુરી રહે.હર્ષદ મીલ ની ચાલી જામનગર (૧૪) જાવીદ ઈબ્રાહીમ ખફી ધંધો. મજૂરી રહે.કેવડા પાઠશાળા સામે ધરાનગર જામનગર (૧૫) મોહમ્મદ ઉર્ફે કારો બોદુંભાઈ ખીરા ધંધો મજૂરી રહે.નાની માટલી તા.જી.જામનગર (૧૬) જયમીન મુકેશભાઈ નરેલા ધંધો નોકરી રહે.પટેલ કોલોની જામનગર (૧૭) અબ્દુલ યુસુફભાઈ ખફી ધંધો. મજુરી રહે ગુલાબ નગર જામનગર (૧૮) જયેશ હરદાસભાઇ માંગલીયા ધંધો-મજૂરી રહે.ભથાણ ચોક દ્વારકા (૧૯) ચેતન રણછોડભાઈ રાઠોડ ધંધો મજૂરી રહે.જગાતનાકા પાસે હાઇવે રોડ દ્વારકા (૨૦) બકુલ હેમંત કાપડી ધંધો. મજૂરી રહે.જકાતનાકા પાસે હાઇવે રોડ દ્વારકા (૨૧) ભાવેશભાઈ દિનેશભાઈ સામાણી ધંધો.મજુરી રહે. ગરબી ચોક દ્વારકા (૨ર) લક્ષ્મણ ઈશ્વરલાલ થારવાની ધંધો.વેપાર રહે.એરફોર્સ એરીયા ટીવી સ્ટેશન પાસે દ્વારકા (૨૩) નવાઝ મુસાભાઈ કોટા રહે. કોટા ગામ તા.ખંભાળિયા જી.દેવભૂમિ દ્વારકા (૨૪) સંજય હરદાસભાઇ માતકા ધંધો.મજુરી રહે.નરસંગ ટેકરી દ્વારકાની ધરપકડ કરી છે.
૧) કિશન મનસુખભાઈ મકવાણા રહે. જામનગર,નાગેશ્વર કોલોની ૨)અલ્પેશ ઈબ્રાહીમભાઇ અમરેલીયા રહે. જુનાગઢની શોધખોળ હાથધરી છે. ૧) રોકડ રકમ રૂપીયા ૬,૧૨,૦૦૦/- ૨) ઇકો ગાડી - ૨ કિ.રૂ ૮,૦૦,૦૦૦/ ૩) મોબાઇલ ફોન-૧૦ કિ.રૂ ૧,૬૬,૦૦૦/- ૪) ધોડીપાસા કિ.રૂ ૦૦/૦૦ મળી કુલ મુદામાલ કિ.રૂ. ૧૫,૭૮૦૦૦/- જપ્ત કરેલ છે.
આ કાર્યવાહી પો.ઇન્સ. વી.એમ.લગારીયાના માર્ગદર્શન મુજબ પો.સ.ઇ. સી.એમ.કાંટેલીયા તથા પો.સ.ઇ. એમ.વી.ભાટીયા તથા એલ.સી.બી. સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, દિલીપભાઇ તલવાડીયા, ક્રિપાલસિંહ જાડેજા, સુમીતભાઇ શીયાર,અરજણભાઇ કોડીયાતર, ભરતભાઇ ડાંગર,યુવરાજસિંહ ઝાલા,મયુદીનભાઇ સૈયદ,ધનશ્યામભાઇ ડેરવાળીયા, નિર્મળસિંહ જાડેજા, ભયપાલસિહ જાડેજા, કિશોરભાઇ પરમાર, કાસમભાઇ બ્લોચ, હિતેન્દ્રસિંહ જાડેજા, રૂષીરાજસિંહ વાળા,મયુરસિંહ પરમાર, અરજયભાઇ વીરડા,ધર્મેન્દ્રસિંહ જાડેજા, સુરેશભાઇ માલકીયા, દયારામ ત્રિવેદી, બીજલભાઇ બાલાસરા તથા ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર વિગેરે દ્વારા કરવામા આવેલ છે.
(4:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
