News of Friday, 9th January 2026
ગોંડલના પતંગ રસિયાઓને સાવચેતી રાખવા વિજ તંત્રની અપીલ

ગોંડલ તા.૯: (હરેશ ગણોદીયા દ્વારા) ગુજરાત અનેંર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લી. ગોંડલ સર્કલ ઓફીસ દ્વારા મક્રરસંક્રાંતિ ના તહેવાર અન્વયે પતંગ રસીયાઓનો આનંદ બરકરાર રહે અને કોઈજ દુર્ધટના ન સર્જાય તે માટે વીજળી થી સાવધાન રહેવા ખાસ અપીલ કરવામાં આવી છે.સામાન્ય કિમતની પતંગ વીજ તાલમાં ફસાય તેને લૂંટવાની લ્હાયમાં જાનહાની ન સર્જાય તે માટે આવા પતંગ ને કાઢવા માટે તાર.વાયર.મેગ્નેટિક ટેપ ઝરી .દોરાનો ઉપયોગ ટાળવો જરૂરી છે તેમજ વીજ વાયરો પસાર થતા હોય તેની તદ્દન નજીક થી પતંગ ઉડાડવી પણ અત્યંત જોખમકારક છે અમૂલ્ય માનવ જીંદગી ઉતરાયણના ઉત્સવમાં રોળાઈ ન જાય તે માટે વીજ ટાવર ઉપર ન ચઢવા . વીજ રેખા ઉપર દોરુ કે લંગર વડે ન રમવા જેવી સુચનાઓને ગંભીરતા પૂર્વક ઉજવણી કરવા ગોંડલ સર્કલ ઓફીસના વડા અધિક્ષક ઇજનેર તથા રાજકોટ ઝોનલ ઓફિસ ના ઈનચાર્જ એડિશનલ ચીફ ઇજનેર પી.કે.વરસડા ની યાદી માં જણાવે છે તેઓએ વધુ ચાઈનીઝ બનાવટના ડ્રેગન કીશ જેવા દોરા ન વાપરવા પણ અનુરોધ કર્યો છે.
(12:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
