News of Friday, 9th January 2026
મોદીજીની સોમનાથ યાત્રાને આવકારતા જુનાગઢના મહેશગીરીબાપુ

(વિનુ જાશી દ્વારા) જુનાગઢ, તા.૯: જય ગિરનારી, પ.પૂ. મહેશગીરીબાપુ દ્વારા ખાસ સંદેશો આપવામાં આવ્યો કે, જે કોઈપણ સમાજ, સંસ્થા કે દેશ પોતાની સંસ્કૃતિ ભૂલે છે તો પોતાનું ભવિષ્ય સ્થાપિત કરી શકતું નથી.ભારત વર્ષના સંસ્કારોની યાદો યાદ કરીઍ ત્યારે સૌપ્રથમ જ્યોર્તિલિંગ દાદા સોમનાથના મંદિરની યાદ આવે છે કે મહુમદ ગજની દ્વારા અનેકોવાર દાદા સોમનાથ ના મંદિર પર અતિ આક્રમણ કર્યા બાદ આજે સનાતન અખંડ છે અને આ સનાતન સંસ્કૃતિને અખંડ રાખવા માટે ૭૫ વર્ષ પહેલા મંદિરનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું.આજે ૭૫ વર્ષ પછી આ સોમનાથ મંદિર પોતાની યશોગાથા, પોતાનું સ્વાભિમાન, અને ધર્મની ધજા આજે ઍના શિખર પર લહેરાય છે જે સનાતન સત્ય છે. આ ઈતિહાસ ને યાદ કરાવા માટે ભારત વર્ષના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીજી સોમનાથ આવી રહ્ના છે અને જ્યાંથી ‘સોમનાથ સ્વાભિમાન પર્વનો’ શુભારંભ કરશે.
(12:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
