<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th January 2026

સુરેન્‍દ્રનગરના મોટી કઠેચી ગામે બોગસ ડીગ્રી ધરાવતા ડોક્‍ટરને એસ.ઓ.જી પોલીસે ઝડપી લીધો

 

વઢવાણ, સુરેન્‍દ્રનગર એસ.ઓ.જી પોલીસ દ્વારા દરોડા પાડી અને પ્રદીપ વિનોદભાઈ બિસ્‍વાસને ઝડપી પાડવામાં આવ્‍યો છે કલકત્તા થી સુરેન્‍દ્રનગર આવ્‍યો હતો અને ગ્રામીણ વિસ્‍તારોમાં મેડિકલ પ્રેક્‍ટિસ શરૂ કરી દેવામાં આવી હોવાનું સામે આવ્‍યું છે જેમાં મોટી કઠેચી ગામે મેડિકલ પ્રેક્‍ટિસ કરતા દરમ્‍યાન તેને ઝડપી પાડવામાં આવ્‍યો છે અને તેની પાસે રહેલી યેલો પેથિક દવા જપ્ત કરવામાં આવી છે જેમાં ૮૫૪૮ રૂપિયાનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્‍યો છે અને આ સંદર્ભે ગુનો દાખલ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

(12:21 PM IST)