<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th January 2026

પોરબંદરમાં વાહન ચાલકોને સી.પી.આર.ની તાલીમ

 

 પોરબંદરઃ પોલીસ અને જેસીઆઈ કલબના સંયુક્‍ત ઉપક્રમે માર્ગ સલામતી માસ ઉજવાઈ રહ્યો છે. માર્ગ સલામતી માસની ઉજવણીમાં  જિલ્લા પોલીસ અધિક્ષક  ભગીરથસિંહ જાડેજા તથા નાયબ પોલીસ અધિક્ષક  ઋતુ રાબાના માર્ગદર્શન હેઠળ સુદામા ચોક ખાતે વાહન ચાલકો માટે સીપીઆર તાલીમ કેમ્‍પ યોજાયો હતો. ટ્રાફિક પોલીસ,૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સની ટીમ તથા જે.સી.આઈ પોરબંદરના સંયુક્‍ત ઉપક્રમે યોજાયેલ આ સીપીઆર તાલીમમાં વાહન ચાલકો અને રાહદારીઆ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહી આ તાલીમ મેળવી જરૂરિયાતના સમયે કોઈ અજાણ્‍યા વ્‍યક્‍તિની જિંદગી બચાવવા આ તાલીમ ઉપયોગી સાબિત થશે તેવી લાગણી વ્‍યક્‍ત કરી હતી.  આ સીપીઆર તાલીમ કેમ્‍પમાં ટ્રાફિક પીએસઆઇ કે.બી.ચૌહાણ, ટ્રાફિક પોલીસની ટીમ, જેસીઆઈ પોરબંદરના પ્રમુખ પ્રતીક લાખાણી, સેક્રેટરી વિવેક લાખાણી, સમીર ધોયડા, ધૈવત વિઠલાણી, ધૈર્ય દત્તાણી, વિશાલ લાખાણી, વરુણ લાખાણી, અક્ષય રાયચુરા, તેજશ છાયા વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા. ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સની ટીમે  વિશે ટેક્રિકલ માર્ગદર્શન આપ્‍યું હતું. તે તસ્‍વીર

(1:22 PM IST)