News of Friday, 9th January 2026
મોરબી નજીક રીક્ષામાં કતલખાને લઇ જવાતા અબોલ જીવને ગૌરક્ષકોની ટીમે બચાવી લીધું

મોરબી :ગૌરક્ષકોની ટીમને બાતમી મળી હતી કે એક અબોલ જીવને રીક્ષામાં રફાળેશ્વર થઈને મોરબી ખાટકીવાસમાં કતલખાને લઇ જવામાં આવી રહ્યું છે જેથી ટીમેસામાકાંઠે વોચ ગોઠવી હતી અને સીએનજી રીક્ષા જીજે ૩૬ ડબલ્યુ ૮૯૧૧ રોકીને ચેક કરતા જીવ નંગ ૦૧ પાડો લઇ જવાતો હતો અને પૂછપરછ કરતા કોઇપણ પરમીટ ના હોવાનું અને માથકથી ભરીને ખાટકીવાસ મોરબીમાં કતલ કરવા લઇ જતા હોવાનું જણાવ્યું હતું જેથી બે ઇસમોને ઝડપી લઈને રીક્ષા સહિતનો મુદામાલ બી ડીવીઝન પોલીસને સોપી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
(1:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
