<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th January 2026

મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠકની તારિખમાં ફેરફાર: તા. ૧૭ જાન્યુઆરીના યોજાશે.

પદાધિકારીઓ તરફથી મળેલા પ્રશ્નો તથા બેઠક દરમિયાન રજૂ થયેલા અન્ય પ્રશ્નોની સુનાવણી તેમજ સમીક્ષા કરાશે

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક કલેક્ટર કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને ૧૬ જાન્યુઆરીએ યોજાનાર હતી એ તા. ૧૭/૦૧/૨૦૨૫ ના રોજ બપોરના ૦૨ : ૩૦ કલાકે કલેકટર કચેરીના સભાખંડ ખાતે યોજાશે.

આ બેઠકમાં જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિમાં રજૂ થયેલા અને જિલ્લાના પદાધિકારીઓ તરફથી મળેલા પ્રશ્નો તથા બેઠક દરમિયાન રજૂ થયેલા અન્ય પ્રશ્નોની સુનાવણી તેમજ સમીક્ષા હાથ ધરવામાં આવશે તેવું મોરબી નિવાસી અધિક કલેક્ટરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

(10:57 PM IST)