News of Saturday, 10th January 2026
ભુજ માંડવી હાઇવે ઉપર પીક અપ જીપ અને કાર વચ્ચે અકસ્માતમાં પતિનું મોત : પત્ની ગંભીર
મેઘપર પાટિયા પાસે દાડમ ભરેલ પીક અપ જીપ અને કાર વચ્ચે ટક્કર થતા હિરેન્દ્ર પ્રવીણચંદ્ર પાંડેનું મોત : પત્ની શ્યામાબેનને ગંભીર ઇજાઓ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૦ : કચ્છમાં રક્ત રંજીત બનતા રાજમાર્ગો ઉપર વધુ એક અકસ્માતમાં પ્રૌઢ વયના કારચાલકે જીવ ગુમાવ્યો હતો. મેઘપર પાટિયા પાસે દાડમ ભરેલ પીક અપ જીપ અને કાર વચ્ચે ટક્કર સર્જાઈ હતી. જેમાં કારચાલક ભુજના પ્રમુખસ્વામીનગરમાં રહેતા હિરેન્દ્ર પ્રવીણચંદ્ર પાંડેનું ઇજાઓ બાદ સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. જ્યારે તેમના પત્ની શ્યામાબેન ને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર હેઠળ રખાયા છે. અકસ્માતમાં કારનો બુકડો બોલી ગયો હતો.
(11:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
