News of Monday, 12th January 2026
જુનાગઢમાં ગેરકાયદેસર ફટાકડા વેચનાર ઝડપાયો

જુનાગઢ તા. ૧ર :.. આઝાદ ચોક પોસ્ટ ઓફીસ રોડ ઉપર આવેલ જલારામ સીઝનલ સ્ટોર નામની દુકાનનો વેપારી નથન રસીકભાઈ ભાથાણી લોહાણા, ઉ.વ.૩૭, ધંધો-વેપાર રહે જુનાગઢ, તળાવ દરવાજા, સોલીટેર એપાર્ટમેન્ટ, બ્લોક નં.બી-૩૦૨ વાળી પોતાના કબજાની દુકાનમાં ગેરકાયદેસર રીતે લાયસન્સ/પરવાના વગર કટાકડાનો જથ્થો રાખી વેચાણ કરે છે- જે હકીકતને આધારે ઉપરોક્ત જગ્યાએ એસ.ઓ.જી. દ્વારા રેઇડ કરતા પોતા પાસે કટાકડા વેચાણ કરવા કે સંગ્રહ કરવા અંગેની પરવાનો ન હોય જેથી ઉપરોકત વિગતે દુકાનમાં અલગ-અલગ ગ્રાન્ડના કુલ કિ.રૂ.૩૨,૬૩,૬૭૩. નો ફટાકડાનો જથ્થો રાખી ગોડાઉન ઉપર માનવ જાઁદગી જોખમાય તે રીતે ફાયર સેફટીના કોઈ પણ સાધનો નહિ રાખી પોતાની તથા અન્ય માણસોની જીંદગી જોખમમાં મુકી ગુનો કરેલ હોય જે ઇસમને પકડીપાડી મુદામાલ કબજે કરી એ ડીવીઝન પો.સ્ટે.માં ગુનો રજી. કરાવેલ છે.
એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ. આર.કે.પરમાર તથા એ.એસ.આઇ, વિક્રમભાઇ ચાવડા, મહેન્દ્રભાઇ કુવાડીયા તથા પો.હેડ કોન્સ મેણસીભાઈ અખેડ, પ્રતાપભાઇ શેખવા, બાલુભાઇ બાલસ તથા પો.કોન્સ. રોહિતભાઈ પાધલ, વિશાલભાઈ ઓડેદરા તથા ડ્રા.પો.કોન્સ. વિશાલભાઈ ડાંગર વિગેરે સ્ટાફ આ કામગીરીમાં જોડાયેલ હતો.
(12:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
