તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૩ બુધવાર
News of Monday, 12th January 2026
સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત ધડુક પરિવારના લોહીથી ધડુક પરિવારના મોભીઓની રક્તતુલા કરાઇ

ગોંડલ તા.૧૨: સમસ્ત ધડુક પરિવાર દ્વારા પ્રથમ વખત સૌરાષ્ટ્રમાં વસતા ધડુક પરિવારના સદસ્યોનું ગોંડલના દાસી જીવણ પાર્ટી પ્લોટ ખાતે સમગ્ર પરિવારને એક મંચ પર લાવતું ઐતિહાસિક સ્નેહ મિલન પરિવારની એકતા, ઓળખ અને ગૌરવને ઉજાગર કરવાના ઉદ્દેશ સાથે આયોજન કરાયું હતું. જેમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પ શ્રેષ્ઠીઓનું સન્માન, બિઝનેસ એક્ઝિબિશન અને લોકડાયરો સહીતના કાર્યક્રમ યોજાયો હતો. બ્લડ ડોનેશન કેમ્પમાં ૩૪૮ જેટલી બોટલો એકત્રિત થઈ હતી જે પૂર્વસાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ રમેશભાઈ ધડુક, કન્યાછાત્રાલયના પ્રમુખ વિઠ્ઠલભાઈ ધડુક અને સુરતના ઉદ્યોગપતિ જયંતીભાઈ ધડુકની રક્તતુલા કરવામાં આવી હતી. આ પ્રસંગે સમાજના વિવિધ ક્ષેત્રોમાં વિશેષ યોગદાન આપનાર ધડુક સમાજના શ્રેષ્ઠીઓનું સન્માન કરાયું હતું કાર્યક્રમ દરમિયાન ધડુક પરિવારની સંસ્કળતિ, પરંપરા અને લોકજીવનને પ્રતિબિંબિત કરતા વિવિધ સાંસ્કળતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. સાથે સાથે ધડુક પરિવારના ઉદ્યોગપતિઓ અને વેપારીઓને એક મંચ પર લાવી તેમના વ્યવસાયને ઓળખ અને પ્રોત્સાહન આપવા માટે બિઝનેસ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું.
૫ એકર જગ્યામાં દ્વારકા ખાતે ધડુક ભવન નિર્માણ પામશે
ધડુક પરિવારના આ સ્નેહમિલન સન્માન સમારોહ પ્રસંગે ઉપસ્થિત અને ભગવાન દ્વારકાધીશ માં અનન્ય શ્રદ્ધા ધરાવતા પૂર્વસંસાદ અને ગુજરાત પ્રદેશ ભાજપ ના ઉપાધ્યક્ષ રમેશભાઈ ધડુકએ જણાવ્યું હતું કે દ્વારકા ખાતે સમસ્ત ધડુક પરિવારનું ૫ એકર વિશાલ જગ્યામાં સમાજ ભવનનું નિર્માણ કાર્ય કરવામાં આવી રહ્યું છે જે ગૌરવની બાબત છે તેમજ સમસ્ત ધડુક પરિવારની સામુહિક ધ્વજાનું પણ આયોજન કરવામાં આવશે.
બાળકોને મોબાઈલ, યુવાનો વ્યસન દૂર રહે
આ કાર્યક્રમમાં ઉપસ્થિત ધડુક પરિવારના મોભીઓ દ્વારા તેમના વક્તવ્ય માં જણાવ્યું હતું કે આ તોહમિલન સમારોહ માત્ર ભેગા જ થવું ને છુટા પડવું એવું નહિ બલ્કે આજ ની નવી પેઢી ને સારી પ્રેરણા મળે તેવા ઉમદા હેતુ સાથે નાના બાળકો ને મોબાઇલ ના વળગરથી દૂર રાખવા સાથે સાથે યુવા પેઢી ને વ્યસનોથી દૂર રહેવા અપીલ કરાઈ હતી. સાથે સાથે દર વર્ષે આવા સ્નેહમિલન કાર્યક્રમ માં સમસ્ત ધડુક પરિવારને ઉમટી પાડવા હાકલ કરી હતી.
કાર્યક્રમ બાદ સાંજના સમયે પ્રખ્યાત કલાકારો દ્વારા લોકડાયરો યોજાયો હતો ઉપસ્થિત જનમેદનીને લોકસાહિત્ય અને લોકસંગીતની અનોખી મજા માણી હતી . લોકડાયરાના કાર્યક્રમને લઈને યુવાનો અને પરિવારજનોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. આ સ્નેહ મિલન માત્ર એક કાર્યક્રમ નહીં પરંતુ ધડુક પરિવારની એકતા, સંસ્કળતિ અને સામાજિક જવાબદારીનું જીવંત ઉદાહરણ બનશે તેમ આયોજક સમિતિએ જણાવ્યું છે. આયોજકોએ સમસ્ત ધડુક પરિવારજનોને પરિવાર સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ ને સફળ બનવવા લેઉવા પટેલ કન્યા છાત્રાલય ના ચેરમેન વિઠ્ઠલભાઈ ધડુકના માર્ગદર્શન હેઠળ સમગ્ર ધડુક પરિવાર ના સ્નેહમીલન સમારોહની કારોબારી કમિટી ના સૌ કાર્યકરો એ જહેમત ઉઠાવી હતી.
(11:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
