News of Monday, 12th January 2026
ગિરનાર- નલીયામાં ૬ ડિગ્રી ઠંડી
ભુજ ૮.૬, અમરેલીમાં ૯.૭ ડિગ્રી લઘુતમ તાપમાનઃ સર્વત્ર ટાઢોડુ

રાજકોટ તા.૧૨: રાજકોટ સહિત સોૈરાષ્ટ્ર- કચ્છમાં ટાઢોડુ યથાવત છે. અને ગિરનાર અને નલીયામાં ૬ ડિગ્રી ઠંડી નોંધાય છે. જયારે ભુજ ૮.૬, અમરેલી ૯.૭, જામનગરમાં ૧૨ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ છે.
જુનાગઢ
(વિનુ જોશી દ્વારા) જુનાગઢઃ ગિરનાર પર્વત પર આજે સવારે પણ લઘુત્તમ તાપમાન ૬ ડિગ્રી નોંધાતા ઠંડીનું મોજુ યથાવત રહ્યું હતું. ગિરનાર પર ગઈકાલે રવિવારે રજા રાખ્યા વગર ૬.૩ ડિગ્રી ઠંડી નોંધાય હતી આજે સવારે પણ ગિરનાર ખાતે ૬ ડિગ્રી તાપમાન રહેતા સમગ્ર પર્વત વિસ્તારમાં કાતિલ ઠંડી અનુભવાય હતી. ૪ દિવસથી ઠંડી સ્થિર રહેતા ગિરનારની યાત્રાએ આવતા લોકોની સંખ્યામાં ઘટાડો થયો હોવાનું સામે આવ્યું છે.
જૂનાગઢમાં પણ આજે સવારે લઘુતમ તાપમાન ૧૧ ડિગ્રી રહ્યું હતું અને જેની સાથે વાતાવરણમાં ભેજ વધીને ૭૬% થઈ જતા ઠંડી વધુ તીવ્ર બની હતી. ગઈકાલે પવનની ઝડપ ૧૦.૩ કિલોમીટરની રહ્યા બાદ આજે સવારે પવન ઘટીને ૬.૩ કિલોમીટરનો થઈ ગયો હતો.
ભાવનગર
(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગરઃ ગોહિલવાડ પંથકમાં ગઈકાલે સિઝનની સૌથી વધુ ઠંડી ૧૨ ડીગ્રી નોંધાઈ હતી. આજે સોમવારે ભાવનગર શહેરનું લઘુત્તમ તાપમાન ૧૩.૮ ડિગ્રી નોંધાયું હતું. સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૦ ટકા હતું જ્યારે પવનની ઝડપ આઠ કિમી પ્રતિ કલાકની રહેવા પામી હતી. ઠંડા પવનને કારણે વાતાવરણ ટાઢુબોર બની ગયું છે.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ બાજરા સંશોધન કેન્દ્ર જામનગર તરફથી મળેલ વિગત મુજબ લઘુતમ તાપમાન ૧૨ ડિગ્રી, મહતમ ૨૩.૫, ભેજ ૫૯ ટકા અને પવનની ઝડપ ૮.૭ કિ.મી. રહી હતી.
કયાં કેટલી ઠંડી
શહેર લઘુતમ તાપમાન
ગિરનાર ૬.૦ ડીગ્રી
અમદાવાદ ૧૪.૮ ડીગ્રી
અમરેલી ૯.૭ ડીગ્રી
બરોડા ૧૪.૨ ડીગ્રી
ભાવનગર ૧૩.૮ ડીગ્રી
ભુજ ૮.૬ ડીગ્રી
દમણ ૧૫.૮ ડીગ્રી
ડીસા ૧૧.૩ ડીગ્રી
દીવ ૧૬.૫ ડીગ્રી
દ્વારકા ૧૪.૨ ડીગ્રી
જામનગર ૧૨.૦ ડીગ્રી
કંડલા ૧૨.૦ ડીગ્રી
નલિયા ૬.૦ ડીગ્રી
ઓખા ૧૭.૩ ડીગ્રી
પોરબંદર ૧૫.૪ ડીગ્રી
રાજકોટ ૧૦.૩ ડીગ્રી
સુરત ૧૪.૪ ડીગ્રી
વેરાવળ ૧૮.૪ ડીગ્રી
(11:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
