<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th January 2026

દર્શકો ફરીથી ગુજરાતી પીકચરો જોવા તરફ વળ્‍યા છે તે આપણા સૌ માટે અનેરો આનંદઃ ફિરોઝ ઈરાની

ગાંધીનગર ન્‍યૂઝ એન્‍ડ મીડિયા રીલેશન શાખાના નાયબ માહિતી નિયામક દિલીપ ગજજર અને ગુજરાતી ફિલ્‍મનાં પીઢ અભિનેતા ફિરોઝ ઈરાની વચ્‍ચે આત્‍મીય મુલાકાત : પાંચ દાયકાની લાંબી ફિલ્‍મ સફરનાં સંસ્‍મરણો તાજા કર્યા

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર તા.૧૨ : ગાંધીનગર ન્‍યૂઝ એન્‍ડ મીડિયા રીલેશન શાખાના નાયબ માહિતી નિયામક દિલીપ ગજજર અને ગુજરાતી ફિલ્‍મનાં પીઢ અભિનેતા ફિરોઝ ઈરાની વચ્‍ચે આત્‍મીય મુલાકાત થઈ અને હળવાશભર્યા પ્રફુલ્લિત વાતાવરણમાં ફિરોઝ ઈરાનીએ પાંચ દાયકાની લાંબી ફિલ્‍મ સફરનાં સંસ્‍મરણો તાજા કર્યા અને લોકો ફરીથી ગુજરાતી ફિલ્‍મ જોવા તરફ વળ્‍યાનો અનેરો આનંદ વ્‍યક્‍ત કર્યો હતો.

ગાંધીનગર ન્‍યૂઝ એન્‍ડ મીડિયા રીલેશન શાખાના નાયબ માહિતી નિયામક દિલીપ ગજજરે આ મુલાકાત અંગે જણાવ્‍યુ છે કે, ગુજરાતી ફિલ્‍મ ઇન્‍ડસ્‍ટ્રીના સુવર્ણ યુગના સાક્ષી અને પોતાના દમદાર અભિનયથી અનોખી ઓળખ ઊભી કરનાર પીઢ અભિનેતા ફિરોજ ઈરાનીને સિનેમાના પરદે તો બહુ જોયા હતા. આજે મારી ઑફિસમાં રૂબરૂ મલવાનુ થયું જેનાથી એ ગુજરાતી ફિલ્‍મોના દિવસો યાદ આવી ગયા હતા. મે એમને કિધુ કે હું શાળામા ભણતો હતો ત્‍યારે પેથાપુર સ્‍ટેટનો જે રાજ મહેલ છે એમા આપ શુટીંગ માટે આવતા ત્‍યારે આપની એક ઝલક જોવા અમે કલાકો બહાર બેસી રહેતા એ સાંભળી તેઓ પણ ખૂબ ખુશ થઈ ઞયા હતા એમની એક ખાસિયત આજે પણ એ જોઈ કે જે અવાજ મે પિકચરમા સાંભળ્‍યો હતો એવો જ અવાજ આજે સાભળવા મલ્‍યો મને પણ ખૂબ મજા પડી ગઈ હતી

આ મુલાકાત દરમિયાન તેમણે તેમના પાંચ દાયકા લાંબા ફિલ્‍મી સફરના સંસ્‍મરણો તાજા કર્યા હતા. તેમણે કહ્યુ કે,નકારાત્‍મક પાત્રો ભજવવા છતાં પ્રેક્ષકોએ જે અપાર પ્રેમ આપ્‍યો છે તે અદ્ભુત છે.ૅ તેમણે વર્તમાન ગુજરાતી સિનેમાના બદલાતા પ્રવાહ અને ટેકનોલોજીના ઉપયોગને બિરદાવ્‍યો હતો, અને પિકચરની થીમ અને સ્‍ટોરીના પરિણામે લોકો  ફરી થી ગુજરાતી પીકચરો જોવા તરફ વળ્‍યા છે તે આપણા સો માટે આનંદની વાત છે

(1:04 PM IST)