<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th January 2026

મોરબી જીલ્લામાં કડકડતી ઠંડી વચ્ચે માત્ર ૧૧ દિવસમાં તાવ-શરદીના ૬૫૮ કેસો નોંધાયા.

તાવ અને શરદી-ઉધરસના કેસોમાં મોટો વધારો

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી :મોરબી જીલ્લામા ઠંડીનું જોર સતત વધી રહ્યું છે કાતિલ પવન સાથે કડકડતી ઠંડી પડી રહી છે દરમિયાન રોગચાળો પણ વધી રહ્યો છે જીલ્લાના પાંચ તાલુકામાં માત્ર ૧૧ દિવસના સમયમાં તાવ અને શરદીના કુલ ૬૫૮ કેસો નોંધાયા છે.

   મોરબીના આરોગ્ય વિભાગ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ તા. ૦૧ થી ૧૧ જાન્યુઆરી સુધીમાં જ તાવ અને શરદી-ઉધરસના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે ૧૧ દિવસના ટૂંકા ગાળાના આંકડા જોઈએ તો હળવદ તાલુકામાં ૫૮ કેસો, માળિયા તાલુકામાં ૭૦ કેસો, મોરબી તાલુકામાં ૨૭૪ કેસો, ટંકારા તાલુકામાં ૯૩ કેસો અને વાંકાનેર તાલુકામાં ૧૬૩ કેસો નોંધાયા છે મોરબી જીલ્લાના પાંચ તાલુકામાં ૬૫૮ કેસો નોંધાયા છે આ વિગતો માત્ર ૧૧ દિવસની છે અને ૧૧ દિવસમાં જીલ્લામાં ૬૫૮ કેસો રોગચાળો વધી રહ્યો હોવાના સંકેતો આપી રહ્યું છે.


 

(12:28 AM IST)