<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th January 2026

લીલા ત્રોફામાં ગુપ્‍તાંગ ફસાઇ જતાં યુવાન લોહીલુહાણઃ ગંભીર ઇજા

ગોંડલમાં ચકચાર જગાવતી ઘટનાઃ યુવાનને અમદાવાદ ખસેડાયો :વહેલી સવારે બૂમાબૂમ કરતાં પરિવારજનો જાગી ગયાઃ અઢાર વર્ષનો યુવાન સારવાર હેઠળ

રાજકોટ તા. ૧૩: ગોંડલ પંથકમાં એક ચોંકાવનારી અને ચકચારી ઘટના બની છે. જેમાં ૧૮ વર્ષના એક યુવાનના ગુપ્‍તભાગે ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે ગોંડલ, ત્‍યાંથી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં અને અહિથી અમદાવાદની હોસ્‍પિટલમાં ખસેડાયો છે. આ યુવાનનું ગુપ્‍તાંગ લીલા નાળીયેરમાંથી પાણી કાઢવા માટેના હોલમાં ફસાઇ ગયું હતું. પછી તેમાંથી બહાર કાઢવાના પ્રયાસમાં છુંદો બોલી જતાં લોહીલુહાણ થઇ ગયો હતો. ન કહેવાય ન સહેવાય જેવી હાલતમાં મુકાઇ ગયેલા યુવાને બાદમાં પીડા સહન ન થતાં બૂમાબૂમ કરતાં પરિવારજનો દોડી ગયા હતાં અને સારવાર માટે ખસેડયો હતો.

જાણવા મળેલી માહિતી મુજબ ગોંડલમાં રહેતાં આશરે ૧૮ વર્ષના એક યુવાનને ગુપ્‍તાંગમાં ગંભીર ઇજાઓ સાથે ગોંડલ હોસ્‍પિટલમાં અને ત્‍યાંથી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં ગોંડલ બી-ડિવીઝન પોલીસને જાણ કરાઇ હતી. હોસ્‍પિટલ ચોકીમાં થયેલી નોંધ અનુસાર આ યુવાનને કોઇ આકસ્‍મિક બનાવમાં ગઇકાલે વહેલી સવારે ચારેક વાગ્‍યે ગુપ્‍તાંગમાં અત્‍યંત ગંભીર ઇજા થઇ હતી.

રાજકોટથી આ યુવાનને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયો છે. સગાના કહેવા મુજબ પાંચ ભાંડરડામાં સોથી નાનો આ યુવાન છુટક મજૂરી કરે છે. ગઇકાલે વહેલી સવારે તેનું ગુપ્‍તાંગ કોઇપણ રીતે લીલા નાળીયેર-ત્રોફામાં ફસાઇ ગયું હતું. પછી તેમાંથી બહાર કાઢવાના પ્રયાસમાં ચામડી ખેંચાઇની ઉતરી જતાં તે લોહીલુહાણ થઇ ગયો હતો. હાલત અત્‍યંત ખરાબ થઇ જતાં પીડા થવા માંડતા બૂમાબૂમ કરતાં પરિવારજનો જાગી ગયા હતાં અને તેને સારવાર માટે ખસેડયો હતો. ગોંડલ પોલીસે નિવેદન નોંધવા તજવીજ કરી હતી. આ ઘટનાએ ભારે ચકચાર જગાવી દીધી છે. (૧૪.૬)

(10:55 AM IST)