News of Tuesday, 13th January 2026
વિશ્વ લોહાણા મહાપરિષદ તરફથી અમિતભાઇ શાહને LIBF એકસ્પો ર૦ર૬ - મુંબઇ માટે નિમંત્રણ

(વિનુ જોશી દ્વારા), જુનાગઢ તા.૧૩ : તા. ૩૦ જાન્યુઆરીથી ૧ ફેબ્રુઆરી ૨૦૨૬ દરમિયાન જીઓ વર્લ્ડ કન્વેન્શન સેન્ટર મુંબઈ ખાતે યોજાનાર LIBF Expo 2026 – Mumbai Calling જે એક ઐતિહાસિક અને વિરાટ આંતરરાષ્ટ્રીય બિઝનેસ એક્સ્પો છે, તેમાં પધારવા માટે કેન્દ્રીય ગળહમંત્રી અમિતભાઈ શાહને વિશ્વ લોહાણા મહાપરિષદ તરફથી વિશેષ નિમંત્રણ આપવામાં આવ્યું છે.
વિશ્વ શ્રી લોહાણા મહાપરિષદ તથા LIBFના અધ્યક્ષ સતિષભાઈ વિઠ્ઠલાણી,રાજ્ય સહકારી ખેતી બેંકના ચેરમેન ડોલરભાઈ કોટેચા તથા LIBF ના ડિરેક્ટર વિજયભાઈ કારીયાએ દિલ્હીમા નિમંત્રણ પાઠવ્યું હતું.
ન્ત્ગ્જ્ દ્વારા આયોજિત આ વિશાળ બિઝનેસ એક્સ્પોની રૂપરેખા, તેના ઉદ્દેશો, વૈશ્વિક ભાગીદારી તથા સમાજલક્ષી દ્રષ્ટિકોણ અંગે માહિતી પ્રાપ્ત કર્યા બાદ, ગળહમંત્રી અમિતભાઈ શાહે આ પ્રયાસને બિરદાવતાં આયોજકોને શુભેચ્છા પાઠવી હતી.બિઝનેસ એક્સ્પો વૈશ્વિક બિઝનેસ મંચ છે, જેમાં ઉદ્યોગ, વેપાર, સ્ટાર્ટઅપ્સ, સેવા ક્ષેત્ર, વ્યાવસાયિક સંગઠનો તથા આંતરરાષ્ટ્રીય સહકારને પ્રોત્સાહન આપવાનું મુખ્ય લક્ષ્ય છે.(તસ્વીર : મુકેશ વાઘેલા-જુનાગઢ)
(11:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
