News of Tuesday, 13th January 2026
કાલે રાત્રે ચરાડવામાં પૂ.દયાનંદગીરી બાપુની સ્મૃતિમાં ભજન-સંતવાણી

રાજકોટ, તા. ૧૩ : મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ચરાડવામાં આવેલ શ્રી મહાકાળી આશ્રમે કાલે ભજન-સંતવાણીનું આયોજન કરાયું છે જેમાં મુના મહારાજ, માહીબેન પટેલ સંતવાણી-ભજન રજુ કરશે.
ચરાડવામાં પૂજય સંતશ્રી દયાનંદગીરીબાપુની સમાધિ મંદિરનું કામ ચાલુ છે, જેમાં શાષાોના નિયમ અનુસાર આ ભગીરથ કાર્યમાં સહભાગી બનવા તથા ગુરૂ આશીર્વાદ મેળવવાનો સુવર્ણ અવસર છે.
ત્યારે તારીખ ૧૪-૦૧-ર૦ર૬ ના રોજ મકરસંક્રાંતિ અને વદ અગિયારસ ના રોજ ભજન સંતવાણી રાત્રે ૯ કલાકે રાખેલ છે. ભજન દરમિયાન પ્રસાદનું આયોજન કરેલ છે.
ભાવિકોને લાભ લેવા પૂ. દયાનંદગીરીજી મહારાજના કૃપાપાત્ર શિષ્ય પૂ. મહંત શ્રી અમરગીરીબાપુએ આમંત્રણ પાઠવ્યું છે
(11:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
