<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th January 2026

રાજકોટના નિલેશભાઇ હિંડોચાએ ખંભાળાની મહિલા અને તેના ભાઇના ત્રાસથી કંટાળી આપઘાત કર્યો‘તો

પડધરીના ખંભાળા ગામના ધર્મીષ્‍ઠાબેને મૃતક નિલેશભાઇને તેના પતિને મારી નાંખવાની વાત કરી'તી : નિલેશભાઇએ ના પાડતા તેને ભાડે આપેલ મકાનમાં તાળુ મારી દેતા નિલેશભાઇએ સાતુદડ પાસે ઝેરી દવા પી આપઘાત કરી લીધો'તો

રાજકોટ, તા., ૧૩ : જામકંડોરણાના સાતોદડ ગામે રાજકોટના યુવાને ઝેરી દવા પી આપઘાત કરી લીધાને બનાવમાં આપઘાત માટે મજબુર કરનાર પડધરીના ખંભાળા ગામની મહિલા અને તેના ભાઇ સામે જામકંડોરણા પોલીસ મથકમાં ફરીયાદ થઇ છે.

મળતી વિગતો મુજબ કાજલબેન વા-ઓફ નીલેશભાઇ શાંતીભાઇ હીંડોચા રહે. રાજકોટ રેલનગર શામજીભાઇ કૃષ્‍ણ વર્મા ટાઉનશીપ-એફ-ર૦૩ સનરાઇઝ સ્‍કુલની બાજુમાં એ આરોપી જયદીપ મનજીભાઇ પાંચાણી તથા ધર્મિષ્‍ઠાબેન મનજીભાઇ પાંચાણી રહે. બંને ખંભાળા તા. પડધરી જિ. રાજકોટ સામે જામકંડોરણા પોલીસ મથકમાં ફરીયાદ કરી છે.

ફરીયાદમાં જણાવ્‍યા મુજબ આજથી બે વર્ષ પહેલા મારા પતિ નીલે શભાઈ હીડોંચા તથા ભાર્ગવભાઈ ભરતભાઈ ભદ્રા રહે.રાજકોટ રેલ નગર તથા પુર્વીબેન કેતનભાઈ ત્રિવેદી રહે.ગાંધીગ્રામ એમ ત્રણેયે પાર્ટનરમાં દુધનો પ્‍લાન્‍ટ શરૂ કરવા સારૂ પડધરી તાલુકાના ખંભાળા ગામે રહેતા જયદીપભાઈ મનજીભાઈ પાં ચાણીવાળાનું મકાન મહિને રૂપીયા ૧૫,૦૦૦/- લેખે ભાડે રાખેલ હતું. જયદીપભાઈ પાંચાણીની બહેન ધર્મિષ્ઠાબેન પાંચાણી રીસામણે તેના પિતાના ઘરે આવેલ હતી. મારા પતિને ધંધા માટે ઈમરજન્‍સી પૈસાની જરૂરત ઉભી થતા સને-૨૦૨૪ ના ફેબ્રુઆરી મહીનામાં જયદીપભાઈ પાંચાણી તથા ધર્મિષ્ઠાબેન પાંચાણી પણ સેથી રૂપીયા બે લાખ બે માસ માટે હાથ ઉછીના લીધેલ હતા. તે બાદ ગઈ હોળીના તહેવારના દિવસે આ લોકો અવાર નવાર ફોન કરી મારા પતિ સાથે પૈસાની ઉઘરાણી કરતા હોય, જે થી મારા પતિએ અમારા દુધના પ્‍લાન્‍ટે જયદીપભાઈ પાંચાણી તથા તેની બહેન ધર્મિષ્ઠાબેન પાંચાણીને બોલાવેલ હતા. તે વખતે બંને ભાઈ-બહેન અમારા પ્‍લાન્‍ટે આવેલ ત્‍યારે મારા પતિએ એક લાખ રૂપીયા રોકડા ધર્મિષ્ઠાબેનને આપેલ હતા. તેમ જ એક લાખ રૂપીયા દેવાના બાકી હતા. તે વખતે ધર્મિષ્ઠાબેને મારા પતિને તેના પતિનો ફોટો બતાવી કહેલ કે, નીલેશભા ઈ મારા પતિએ મૈત્રી કરાર કરી લીધેલ છે જેથી તેને મારી નાખવો છે ભાઈ, આ મારા પતિને મારવાનું કામ તમારે કરવાનું છે મારા પતિને આપણે એકસીડન્‍ટનો પ્‍લાન બનાવી મારી નાખવાનો છે બાકીનું બધુ હું જોઈ લઈશ. હું તમને કાંઈ નઈ ઘ્‍થવા દઉં અને મારા પતિનો એક કરોડનો વીમો છે તેમાં હું તમને ભાગ આપીશ આમ કહેલ અને આ વાત હું ત્‍યાં બાજુમાં. કામ કરતી હોય, જેથી મેં સાંભળેલ અને આ બંને ભાઇ-બહેન જતા રહેલ તે પછી મે મારા પતિને કહેલ કે, આપણે આ ની વાતમાં કયાંય પડવાનું નથી આપણે ધંધો સાથે ચાવે છે જેથી મારા પતિએ મને કહેલ કે, હું તેને ખાલી હા એ હા રાખુ છું આપણે એવું કાઈ કરવું નથી તેમ જણાવેલ. ને બાદ આ ધર્મિષ્ઠાબેન અવારનવાર મારા પતિને ફોન કરતી હતી અને જયારે ધર્મિષ્ઠાબેનનો ફોન આવે ત્‍યારે મારા પતિ મુંજાયેલ અને ગભરાયેલ રહેતા હતા.

 ધર્મિષ્‍ઠાબેને કહેલ કામની ના પાડતા ધર્મષ્‍ઠિાબેન તથા તેના ભાઇ જયદીપે મૃતક નિલેશભાઇને ભાડે રાખેલ મકાનને તાળુ મારી દીધુ હતું. ત્‍યાર બાદ ગત તા. ૧૮ના રોજ મારા પતિ નિલેશભાઇએ જામકંડોરણાના સાતોદડ ગામે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો.

મારા પતિએ મરણ ગયેલ તે વખતે સ્‍યુ-સાઇડ નોટ લખેલ હતી. પરંતુ અમારા ઘરમાં ફક્‍ત મહીલા સભ્‍યો હોય, અને મારા પતિના મુત્‍યુ બાદ અમો ભાંગી પડેલ હોય, જેથી જે તે વખતે અમોએ કોઇ ફરીયાદ કરેલ ન હતી. તે બાદ મા રા પતિ મરણ ગયેલ હોય અને આ ધર્મિષ્ઠાબેન તથા તેના ભાઈ જયદીપભાઇ એમ બંને ઉપર ગુનો દાખલ થશે તેવા ભય થી મને ભોળવીને આ લોકોએ અમારા દુધના પ્‍લાન્‍ટનો સામાન આપી દેવાની શરતે ગઇ તા.૨૨/૦૯/૨૦૨૫ ના રોજ રૂા.૩૦૦/- ના સ્‍ટેમ્‍પમાં નોટરી લખાણ કરાવી લીધેલ હતું. પરંતુ આ લોકોએ અમારા દુધના પ્‍લાન્‍ટનો કોઇ સામાન આ પેલ ન હોય, અને મારા પતિએ મરણ વખતે સ્‍યુ-સાઇડ નોટમાં ધર્મિષ્ઠાબેન તથા તેના ભાઇ જયદીપભાઈ પાંચાણી એમ બંનેના નામ ઉલ્લેખ કરી જણાવેલ કે, ધર્મિષ્ઠાબેનનું એક અંગત કામ કરવાની ના પાડેલ હોય, જેથી ભાડાના હિસાબમાં ભુલ છે તેમ બહાનું બતાવી ભાડે રાખેલ મકાનમાં તાળા મારી બંધ કરી, મારા પતિને મરવા માટે મજબુર કરતા મારા ૫તિએ ઝેરી દવા પી લેતા મરણ ગયેલ છે.

આ ફરીયાદ અન્‍વયે જામકંડોરણા પોલીસે ઉકત બંને સાથે ગુન્‍હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(11:48 AM IST)