તા. ૧ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ પોષ સુદ – ૧૩ ગુરૂવાર
News of Tuesday, 13th January 2026
પોરબંદરમાં ચાઇનીઝ દોરાનું વેચાણ અટકાવવા ઠેરઠેર ચેકિંગ કામગીરી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદરઃ તા.૧૩,ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખીને વન વિભાગ દ્વારા પ્રતિબંધિત ચાઇનીઝ દોરી તથા પક્ષીઓને જાનહાનિ પહોંચાડતી સામગ્રીના વેચાણ અને ઉપયોગ ન થાય તે માટે કડક ચેકિંગ અભિયાન હાથ ધરાયું છે.વન વિભાગની ટીમોએ શહેરના વિવિધ વિસ્તારોમાં દુકાનો સહિતની જગ્યાઓએ તપાસ શરૂ કરી હતી.
વન વિભાગે નાગરિકોને વિનંતી કરી છે કે ખુશીના પર્વે પક્ષીઓને કોઈ પણ પ્રકારની જાનહાનિ ન થાય તે માટે કાળજી રાખવા અને કોઈ પણ જગ્યાએ પ્રતિબંધિત દોરીઓ સહિતની સામગ્રી વેચાણ જોવા મળે તો તરત જ વન વિભાગને જાણ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.
વન વિભાગ દ્વારા કરૂણા અભિયાન અન્વયે માનવજીવન અને પક્ષીઓની સુરક્ષા માટે ચાઇનીઝ કોટેડ દોરી જેવી પ્રતિબંધિત સામગ્રીનો વેપાર કરવા પર પ્રતિબંધ છે. આ નિયમનો ભંગ કરતા વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી શકાય તે માટે ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે
(11:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
