<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th January 2026

પોરબંદર શ્રી હરિ મંદિરના પાટોત્‍સવની પૂ. ભાઇશ્રીની ઉપસ્‍થિતિમાં ઉજવણી કરાશે

પૂ. રમેશભાઇ ઓઝાના સાનિધ્‍યમાં ભકિત, જ્ઞાન અને સેવાનો ત્રિવેણી સંગમ રચાશે

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ૧૩: પોરબંદરમાં સાંદીપનિ વિદ્યાનિકેતનમાં પૂજ્‍ય ભાઈશ્રી શ્રીરમેશભાઈ ઓઝાની પાવન ઉપસ્‍થિતિમાં શ્રીહરિ મંદિરની સ્‍થાપનાને ૨૦ વર્ષ પૂર્ણ થતા મંદિરના ૨૦મા પાટોત્‍સવ અંતર્ગત તા.૨૧/૦૧/૨૦૨૬ થી તા.૨૫/૦૧/૨૦૨૬ સુધી પંચ દિવસીય શ્રીહરિ મંદિર મહામહોત્‍સવ અનેક વિશિષ્ટ પ્રસંગો સાથે સુસંપન્ન થશે.

ભાગવત ચિંતનશિબિર

શ્રીહરિ મંદિરના ૨૦મા પાટોત્‍સવ અંતર્ગત મહામહોત્‍સવમાં પૂજ્‍ય ભાઈશ્રીની ઉપસ્‍થિતિમાં પ્રતિવર્ષ અનુસાર ભાગવત ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં તા.૨૧/૦૧/૨૦૨૬ થી તા.૨૪/૦૧/૨૦૨૬ એમ ચાર દિવસ ગુજરાતના પ્રતિષ્ઠિત વિદ્વાનો તથા સાંદીપનિના ભૂતપૂર્વ ઋષિઓ દ્વારા શ્રીમદ્ભાગવતના વિષયો ને લઈને વ્‍યાખ્‍યાન આપવામાં આવશે. જેમાં પ્રથમ ત્રણ દિવસ અપરાホ સત્રમાં ૩:૩૦ થી ૬:૩૦ દરમ્‍યાન વ્‍યાખ્‍યાન થશે. તેમજ અંતિમ દિવસે તા.૨૪/૦૧/૨૦૨૬ના રોજ સવારના સત્રમાં ૯:૩૦ થી ૧૨:૩૦ દરમ્‍યાન વ્‍યાખ્‍યાન સંપન્ન થશે 

સાંદીપનિ ગૌરવ

એવોર્ડ સમારોહ

શ્રીહરિમંદિરના ૨૦મા પાટોત્‍સવ અંતર્ગત મહામહોત્‍સવ દરમ્‍યાન પ્રતિવર્ષ અનુસાર પૂજ્‍ય ભાઈશ્રી અને મહાનુભાવોની ઉપસ્‍થિતિમાં ૩૦મો સાંદીપનિ ગૌરવ એવોર્ડ સમારોહ, તા.૨૪-૦૧-૨૬, શનિવારે બપોર પછી ૩:૩૦ થી ૬:૩૦ દરમ્‍યાન સાંદીપનિ સભાગળહમાં સંપન્ન થશે.

પૂજ્‍ય ભાઈશ્રીની પ્રેરણાથી સાંદીપનિ દ્વારા છેલ્લા ૨૯વર્ષોથી વિભિન્ન  ક્ષેત્રોમાં અનુપમ યોગદાન આપનારા મહાનુભાવોનું દેવર્ષિ, બ્રહ્મર્ષિ અને રાજર્ષિ એવોર્ડ થી ભાવપૂજન કરવામાં આવે છે. એ ઉપક્રમમાં આ વર્ષે ૩૦મા ગૌરવ એવોર્ડ સમારોહમાં પૂજ્‍ય ભાઈશ્રી અને મહાનુભાવોના કરકમલો દ્વારા ત્રણ મહાનુભાવોનું ભાવપૂજન કરવામાં આવશે. જેમાં આ વર્ષે અમદાવાદના પરમ પૂજ્‍ય જૈનાચાર્ય શ્રી વિજયરત્‍ન સુંદરસુરીશ્વરજી મહારાજને દેવર્ષિ એવોર્ડ, વારાણસીના શ્રી ગણેશ્વર શાષાી દ્રાવિડને બ્રહ્મર્ષિ એવોર્ડ તેમજ ભુણાવ-મહેસાણાના ડો. ગણપતભાઈ પટેલને રાજર્ષિ એવોર્ડ અર્પણ કરીને ભાવપૂજન કરવામાં આવશે.

ધાર્મિક કાર્યક્રમો

૧૦૮ કુંડી અતિ મહાવિષ્‍ણુયાગ

શ્રીહરિ મંદિરના ૨૦મા પાટોત્‍સવ અંતર્ગત મહામહોત્‍સવ નિમિત્તે સાંદીપનિ પરિસરમાં વિશાળ જગ્‍યામાં બનાવેલી યજ્ઞશાળામાં તા.૨૧/૦૧/૨૦૨૬ના રોજ સવારે ૭:૩૦થી ૧૨:૩૦ સુધી યજ્ઞસેના દ્વારા અતિ મહાવિષ્‍ણુયાગ સંપન્ન થશે.  તેમજ તા.૨૧/૦૧/૨૦૨૬ થી તા. ૨૫/૦૧/૨૦૨૬ સુધી પ્રતિદિન સવારે ૭:૩૦ થી ૧૨:૩૦ સુધી યજ્ઞસેનાના વિદ્વાન બ્રાહ્મણો દ્વારા શાષાોક્‍ત વિધિ વિધાન અનુસાર ૧૦૮ કુંડી અતિ મહાવિષ્‍ણુ યાગ સંપન્ન થશે.

ત્રિ દિવસીય હનુમંત યજ્ઞ

શ્રીહરિ મંદિરના ૨૦મા પાટોત્‍સવ અંતર્ગત મહામહોત્‍સવ નિમિત્તે તા.૨૧/૦૧/૨૦૨૬ થી તા.૨૩/૦૧/૨૦૨૬ પ્રતિદિન સવારે ૭:૩૦થી ૧૨:૩૦ સુધી યજ્ઞસેના દ્વારા શાષાોક્‍ત વિધિપૂર્વક સાથે હનુમંત યજ્ઞ સંપન્ન થશે.

અખંડ શ્રીહરિનામ સંકીર્તન

શ્રીહરિ મંદિરના ૨૦મા પાટોત્‍સવ અંતર્ગત મહામહોત્‍સવના પાવન અવસરે સાંદીપનિની શ્રીહરિની બગીચીમાં તા.૨૧-૦૧-૨૦૨૬ થી તા.૨૫-૦૧-૨૦૨૬ સંપૂર્ણ મહોત્‍સવ દરમ્‍યાન અખંડ શ્રીહરિનામ સંકીર્તન સંપન્ન થશે. મહોત્‍સવના અવસરે આવેલા ભાવિકો તેમજ પોરબંદર શહેર અને આસપાસના વિસ્‍તારોમાંથી અનેક ભાવિકો આ સંકીર્તનનો લાભ લઇ શકે છે.

ગોપૂજન - ગોવર્ધન પૂજન

એવં અન્નકૂટ દર્શન

શ્રીહરિ મંદિરના ૨૦મા પાટોત્‍સવ અંતર્ગત મહામહોત્‍સવમાં તા.૨૩-૦૧-૨૦૨૬, શુક્રવારે વસંતપંચમીના પાવન દિવસે સવારે ૮:૩૦ વાગ્‍યે શ્રીહરિ મંદિરમાં આવેલ શ્રીહરિની બગીચીમાં પૂજ્‍ય ભાઇશ્રી અને મનોરથી પરિવારદ્વારા વિધિવત ગૌપૂજન તથા ગોવર્ધન પૂજા સંપન્ન થશે. આ સાથે વસંતપંચમીના મંગલ અવસર પર શ્રીહરિ મંદિરમાં શ્રીલક્ષ્મી નારાયણ સહિત બિરાજમાન દરેક વિગ્રહોને અન્નકૂટનો ભોગ અર્પણ કરવામાં આવશે. જેમાં મધ્‍યાホમાં ૧૨:૩૦ વાગ્‍યે પૂજ્‍ય ભાઇશ્રીના પાવન કરકમલોથી અન્નકૂટ આરતી કરવામાં આવશે. અન્નકૂટ મનોરથના દિવ્‍ય દર્શનનો લાભ સવારે ૮:૦૦ થી બપોરે ૧:૦૦ અને સાંજે ૪:૩૦ થી રાત્રે ૮:૦૦ સુધી સર્વે ભાવિકજનો લઈ શકશે.

પાટોત્‍સવ મહાઅભિષેક

શ્રીહરિ મંદિરમાં વર્ષ ૨૦૦૬ની મહા સુદ સપ્તમી, રથસપ્તમીના દિવસે બધા જ દેવતાઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આથી દર વર્ષે રથસપ્તમીના દિવસે દરેક વિગ્રહોનો મંગલ અભિષેક કરવામાં આવે છે. એ ઉપક્રમ અનુસાર આ ૨૦મા પાટોત્‍સવ અંતર્ગત આયોજિત મહામહોત્‍સવ પ્રસંગે તા.૨૫/૦૧/૨૬, રથ સપ્તમીના સવારે ૮:૩૦ વાગ્‍યાથી પૂજ્‍ય ભાઇશ્રી અને પૂજ્‍ય કાર્ષ્‍ણિ ગુરુશરણાનંદજી મહારાજશ્રીના પાવન કરકમલો દ્વારા શ્રીહરિ મંદિરમાં બિરાજિત તમામ શ્રીવિગ્રહો પર વિવિધ દ્રવ્‍યોથી મહાઅભિષેક, પૂજન અને તિલકવિધિ કરવામાં આવશે. આ એકજ દિવસે શ્રીહરિ મંદિરના સર્વે વિગ્રહોના દિવ્‍ય અભિષેકના પ્રત્‍યક્ષ દર્શનનો લાભ સૌને પ્રાપ્ત થાય છે.

૧૦૦૮ કુંભ મહાઅભિષેક અને સુવર્ણ શિખર સ્‍થાપના એવં પાલખીયાત્રા

શ્રીહરિ મંદિરના ૨૦મા પાટોત્‍સવ નિમિત્તે આયોજિત મહામહોત્‍સવ પ્રસંગે તા.૨૫/૦૧/૨૬, ના રોજ શ્રીહરિમંદિરના પાટોત્‍સવ દિવસે બપોર પછીના સત્રમાં ૩:૩૦ થી સાંજે ૭:૦૦ દરમ્‍યાન વળંદાવન રમણરેતીના પૂજ્‍ય કાર્ષ્‍ણિ ગુરુશરણાનંદજી મહારાજ અને પૂજ્‍ય ભાઈશ્રીના કરકમલો દ્વારા તેમજ કાશી અને દક્ષિણ ભારતથી સર્વે વેદોના અને સર્વે વેદોની શાખાઓના ૧૦૮ વિદ્વાન પંડિતો દ્વારા શ્રીહરિ મંદિરના સર્વે દિવ્‍ય શિખરો પર ૧૦૦૮ કળશો દ્વારા વિવિધ દિવ્‍યદ્રવ્‍યો વડે દિવ્‍ય મહાભિષેક સંપન્ન થશે એ સાથે જ સુવર્ણ શિખરોની સ્‍થાપના પણ થશે.

જ્‍યારે આ જ દિવસે સાંજે સાયં આરતી બાદ ૮:૦૦ વાગ્‍યે પૂજ્‍ય ભાઇશ્રીના સાન્નિધ્‍યમાં સાંદીપનિ નગરદર્શનના ભાવથી શ્રીલક્ષ્મીનારાયણ ભગવાન સહિત શ્રીહરિ મંદિરમાં બિરાજિત સર્વે દિવ્‍ય વિગ્રહોની પાલખીયાત્રા સંકીર્તન સાથે સંપન્ન થશે.

સેવાકીય કાર્યક્રમ

શ્રીહરિ મંદિરના ૨૦મા પાટોત્‍સવ અંતર્ગત મહામહોત્‍સવમાં સેવાયજ્ઞના ભાવસ્‍વરૂપે ચાર નિઃશુલ્‍ક મેડિકલ કેમ્‍પ સંપન્ન થશે. જેમાં તા.૨૧-૦૧-૨૦૨૬ થી તા.૨૫-૦૧-૨૦૨૬ સુધી દંતચિકિત્‍સા કેમ્‍પ સંપન્ન થશે. તેમજ આ સિવાય તા.૨૪-૦૧-૨૦૨૬, શનિવારના રોજ સવારે ૯:૦૦ થી ૧:૦૦ દરમ્‍યાન કિડનીને લગતા રોગોનો નિદાન કેમ્‍પ (યુરોલોજી તેમજ નેફ્રોલોજી), એન્‍ડોક્રાઇનોલોજી કેમ્‍પ (અંતઃષાાવી ગ્રંથિને લગતા રોગો જેવા કે ડ્ડડાયાબિટીસ વગેરે દર્દોનો નિદાન કેમ્‍પ), કેન્‍સર જનજાગળતિ તથા નિદાન કેમ્‍પ સંપન્ન થશે. આ ઉપરોક્‍ત બધા જ  કેમ્‍પ સાંદીપનિ વિદ્યાનિ કેતન ખાતે યોજાશે.

સાંસ્‍કળતિક કાર્યક્રમ

શ્રી હરિ મંદિરના ૨૦મા પાટોત્‍સવ નિમિત્તે આયોજિત મહામહોત્‍સવના અવસરે તા. ૨૨-૦૧-૨૦૨૬ થી તા. ૨૪-૦૧-૨૦૨૬ સુધી પ્રતિદિન સાંજે ૭:૩૦ થી રાત્રે ૧૦:૦૦ સુધી વળંદાવનથી આવેલી વિશેષ મંડળી દ્વારા  રાસલીલા યોજાશે. 

શ્રીહરિ મંદિરના આ દિવ્‍ય મહામહોત્‍સવમાં યોજાનાર દરેક પાવન પ્રસંગોના સાક્ષી બનવા તેમજ શ્રી હરિ મંદિરના વિવિધ મનોરથના દર્શનનો લાભ લેવા માટે સાંદીપનિ પરિવાર આપ સૌને જાહેર નિમંત્રણ પાઠવે છે. દર્શનાર્થે આવનાર તમામ ભાવિકો માટે બપોરના સમયે અને સાંજના સમયે  ભોજનપ્રસાદની વ્‍યવસ્‍થા પણ સંસ્‍થા દ્વારા કરવામાં આવેલ છે. તેમજ આ તમામ કાર્યક્રમોનું લાઈવ ટેલિકાસ્‍ટ યુ ટયુબ ચેનલ sandpani.tv પર પણ કરવામાં આવશે. વધુ વિગત માટે ડો. ભરતભાઇ ગઢવીના (મો. ૮૮૬૬ર ૮રર૦૮) ઉપર સંપર્ક કરવા જણાવ્‍યું છે.

(11:54 AM IST)