હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
જામનગર જિલ્લામાં આજે ફરીથી ઠંડી નો પારો નીચે સરકીને સિંગલ ડીઝીટ નજીક પહોંચતાં ઠંડીનો સપાટો : તાપમાન ૧૦.૨ ડીગ્રી
સાથોસાથ ભેજ નું પ્રમાણ અને પવનની તીવ્રતામાં પણ વધારો થયો હોવાથી શહેરીજનો ઉપરાંત પશુ પક્ષીઓ થર થર કાંપ્યા : બે દિવસની નજીવી રાહત બાદ આજે ફરીથી તાપમાનમાં ઘટાડો

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા ૧૩ : જામનગર શહેર અને જિલ્લામાં રહી રહીને ઠંડી એ સપાટો બોલાવી દીધો છે, અને ઠંડીનો પારો શનિવારે સવારે નીચે સરકી ને સિંગલ ડીજીટ ની નજીક પહોંચી જતાં ૧૦.૦ ડિગ્રી તાપમાન નોંધાયું હતું, પરંતુ રવિવાર અને સોમવારના દિવસે વહેલી સવારે ૧૨.૦ ડીગ્રી આસપાસ તાપમાન રહ્યા બાદ આજે વહેલી સવારે ફરીથી ઠંડીનો પારો નીચે સરકીને ૧૦.૨ ડિગ્રી સુધી પહોંચ્યો છે, તેથી ફરીથી કાતિલ ઠંડીનો મોજું ફરી વળ્યું છે.
ગત રવિવારે મોસમનો સૌથી ઠંડો દિવસ રહ્યો હતો,. સાથોસાથ ભેજ નું પ્રમાણ અને પવનની તીવ્રતામાં પણ વધારો થયો હોવાથી શહેરીજનો ઉપરાંત પશુ પક્ષીઓ થર થર કાંપ્યા હતા.
જોકે જેમાં બે દિવસની નજીવી રાહત બાદ આજે ફરીથી તાપમાનમાં ઘટાડો થયો છે, અને સાથે સાથે બરફીલા ઠંડા પવનના કારણે ધ્રુજારી અનુભવાઈ છે, અને લોકો ગરમ વસ્ત્રોમાં લપેટાયેલા જોવા મળી રહ્યા છે. અને હજુ પણ ઠંડી વધે તેવી શક્યતાઓ દર્શાવાઇ રહી છે.
જામનગર જિલ્લા કલેકટર કચેરીના કંટ્રોલરૂમ ના જણાવાયા અનુંસાર આજે સવારે ૮.૦૦ વાગ્યે પૂરા થતાં ૨૪ કલાક દરમિયાન લઘુત્તમ તાપમાન ૧૦.૨ ડિગ્રી સેન્ટિગ્રેડ જ્યારે મહત્તમ તાપમાન ૨૫.૦૫ ડિગ્રી સેન્ટિગ્રેડ નોંધાયું છે, વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૩ ટકા જ્યારે પવનની ગતિ સરેરાશ પ્રતિક કલાકના ૨૦.૦ થી ૨૫.૦ કી.મી ની ઝડપે રહી હતી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
