<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th January 2026

જામનગરના સિક્કામાં વિદેશમાં કામ આપવાની લાલચ આપી રૂ.૧૧,પ૬,૪૦૦ની છેતરપીંડી

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૩ : સિકકા પોલીસ સ્‍ટેશનમાં ચિરાગભાઈ નરેશભાઈ પરમાર, ઉ.વ.ર૮, રે. વૃંદાવન સોસાયટી, ભગવતી સોસાયટી, સિકકા ગામવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, જુન-ર૦રપ થી બે મહિના પહેલા સુધી ફરીયાદી ચિરાગભાઈ તથા તેમની સાથેના અન્‍ય સાત જણાને વિદેશમાં સિંગાપુર, મલેશીયા મુકામે હેલ્‍પરના કામમાં લગાવવાની તથા માસીક સવા લાખ જેટલી રકમનો પગાર ચુકવણી કરવાની આરોપી મયુરભાઈ ઉર્ફે માયુ પુંજાભાઈ મશુરા એ લાલચ આપી જે જગ્‍યાએ કામે જવા માટેના ખર્ચ પેટે ફરીયાદી ચિરાગભાઈ તથા ભોગ બનનાર પાસેથી રૂ.૧૧,પ૬,૪૦૦/- જેટલી માતબર રકમ બેન્‍ક ખાતામા તથા રોકડેથી મેળવી તેમનું કોઈ કામ ન કરી કે કોઈ રકમ પાછી ન આપી તેમની સાથે છેતરપીંડી કરી ગુનો કરેલ છે.

જામજોધપુરમા દારૂ સાથે ઝડપાયો

જામનગર : જામજોધપુર પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. અશોકભાઈ બાબુભાઈ ગાગીયા એ ફરયાદ નોંધાવી છે કે, તા.૧ર-૧-ર૦રપ ના જામજોધપુર ગામે જુની સેન્‍ટ્રલ બેંક રોડ પર આરોપી પરેશભાઈ નાનજીભાઈ રાજાણી એ ગેરકાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટની ઈંગ્‍લીશ દારૂની બોટલ નંગ-૪, કિંમત રૂ.પર૦૦/- ની રાખી નીકળતા ઝડપાઈ ગયેલ છે.

યુવાનનું મોત

જામનગર : અહીં દ્વારકાધીશ સોસાયટી, બ્‍લોક નં.૧૮ માં રહેતા મહેશભાઈ રમેશભાઈ બોન્‍દ્રે, ઉ.વ.૩૯ એ સીટી ભસીભ ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે,  તા.૧ર-૧-ર૦ર૬ ના મરણજનાર દિનેશભાઈ રમેશભાઈ બોન્‍દ્રે, ઉ.વ.૪૦, રે. સમ્રાટનગર, નીલકમલ સોસાયટી નં.૬ ના છેડે, જામનગરવાળા પોતાના ઘરે પલંગ સુતા હોય ત્‍યારે નાક તેમજ મોઢા માંથી લોહી નીકળતું જોવામાં આવતું હોય જે કોઈ અગમ્‍ય કારણોસર મરણ થયેલ છે

 

 

(1:35 PM IST)