News of Wednesday, 14th January 2026
ગોંડલ ભગવતપરા ગેઈટ વાળી શેરીમાં એક જ સમાજના બે પરિવાર વચ્ચે માથાકૂટ: તીક્ષ્ણ હથિયાર વડે હુમલો થતા 4 ને ઈજા:જુઓ વિડીયો
ઇજાગ્રસ્તોને સારવાર માટે ગોંડલ સિવિલ હોસ્પિટલ ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા..

ગોંડલ : ગોંડલના ભગવતપરા ગેઇટ વળી શેરીમાં એક જ સમાજનાબે પરિવાર વચ્ચે માથાકૂટ થઇ હતી, આ માથાકૂટમાં તીક્ષ્ણ હથિયારથી હુમલો થતા ચાર લોકોને ઇજા પહોંચી છે
જાણવા મળ્યા મુજબ મકારસંક્રાતિ તહેવાર હોય બન્ને પરિવારના અગાસી પર પતંગ ચગાવવા ચડ્યા હતા સામાન્ય બાબતે બન્ને પરિવાર વચ્ચે અગમ્ય કારણોસર માથાકૂટ થતા લોહિયાળ જંગ ખેલાયો હતો ..
બન્ને પરિવાર વચ્ચે સામસામે મારામારીમાં તીક્ષ્ણ હથિયાર વડે હુમલો થતા 4 ને ઈજા પહોંચી હતું . ઇજાગ્રસ્તોને સારવાર માટે ગોંડલ સિવિલ હોસ્પિટલ ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે
ઇજાગ્રસ્તોમાં અનિલભાઈ પૂંજાભાઈ લુણસિયા (ઉ.વ.30) નામના યુવાનને રાજકોટ વધુ સારવાર મળે તે પહેલાં રસ્તામાં મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો હતો.
મૃતક યુવાનના મૃતદેહને ફોરેન્સિક પી.એમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
મારામારી સમગ્ર ઘટનાને પગલે પોલીસ કાફલો ગોંડલ સિવિલ હોસ્પિટલ દોડી આવ્યો હતો વધુ તપાસ હાથ ધરી હતી...
(7:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
