News of Wednesday, 14th January 2026
મોરબી મહાનગરપાલિકા તેમજ જીલ્લા પંચાયતના સીમાંકનની નકલ અને નકશાઓ આપવા કલેકટરને રજૂઆત.
જોઈન્ટ સેક્રેટરી ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના કાંતિલાલ બાવરવાએ મોરબી જીલ્લા કલેક્ટરને લેખિત રજુઆત કરી

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : મોરબી મહાનગરપાલિકા તેમજ જીલ્લા પંચાયતના સીમાંકનની નકલ અને નકશાઓ આપવા કલેકટરને રજૂઆત કરાઈ છે. જોઈન્ટ સેક્રેટરી ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના કાંતિલાલ બાવરવાએ મોરબી જીલ્લા કલેક્ટરને લેખિત રજુઆત કરી જણાવ્યું છે કે મોરબી મહાનગરપાલિકા તથા જીલ્લા પંચાયતના નવા સીમાંકિતની નકલ તેમજ વોર્ડના નકશાઓની નકલની જરૂરત હોય અને આ સીમાંકન અને નકશા ઓ મળ્યા બાદ જ અમો અમારા વાંધા આરજી રજુ કરી શકીએ તેમ હોય તાત્કાલિક મહાનગરપાલિકા તેમજ જીલ્લા પંચાયતના સીમાંકનની નકલ અને નકશાઓ આપવા કલેકટરને રજૂઆત કરી માંગ કરી છે.
(7:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
