<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th January 2026

મોરબીના કલામંદિર સંગીત ક્લાસના વિદ્યાર્થીની પ્રદેશ કક્ષાએ લોકગીત સ્પર્ધામાં બીજા નંબરે.

હવે આગામી રાજ્ય કક્ષાની સ્પર્ધામાં મધ્ય જોન નું પ્રતિનિધિત્વ કરશે

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : ગુજરાત રાજ્ય સરકારના રમતગમત અને યુવા સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર આયોજિત પ્રદેશ કક્ષાની બાળ પ્રતિભાસોધ સ્પર્ધામાં મોરબીના કલામંદિર સંગીત ક્લાસીસના વિદ્યાર્થીની વડાલીયા ધ્યાની નિકુંજભાઈએ લોકગીત સ્પર્ધામાં બીજો નંબર મેળવ્યો છે.

જેઓ હવે આગામી રાજ્ય કક્ષાની સ્પર્ધામાં મધ્ય જોન નું પ્રતિનિધિત્વ કરશે જે બદલ મોરબી જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી હિરલબેન તેમજ કલામંદિર સંગીત ક્લાસીસ ના સંચાલક દેવેનભાઈ વ્યાસ દ્વારા વડાલીયા ધ્યાની નિકુંજભાઈને અભિનંદન સાથે શુભેચ્છાઓ.

(7:15 PM IST)