News of Wednesday, 14th January 2026
નવલખી બંદરે વે-બ્રિજના ભાવ સહિતના મુદે ટ્રાન્સપોર્ટરોનો પીપળીયા ચોકડીએ ચક્કાજામ.
રસ્તા રોકો આંદોલનને પગલે એક કલાકથી વધુ સમય સુધી ટ્રાફિકજામ સર્જાયો.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : માળિયા તાલુકાના નવલખી બંદરે વે બ્રિજના ભાવ તેમજ અન્ય જરૂરી સુવિધાઓ સહિતની માંગ સાથે આજે નવલખી ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસીએશન દ્વારા પીપળીયા ચોકડી પાસે રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું હતું જે આંદોલનને પગલે કચ્છ-જામનગર, મોરબી નવલખી રોડ પર વાહનોની લાંબી કતારો લાગી હતી
નવલખી ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસીએશન દ્વારા આજે મોરબીની પીપળીયા ચોકડી ખાતે રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું હતું ટ્રાન્સપોર્ટરોના ચક્કાજામને કારણે હાઈવે પર ટ્રાફિકજામ સર્જાયો હતો પીપળીયા ચોકડી જામનગરથી કચ્છને જોડતા હાઈવે પર આવે છે તેમજ મોરબીથી નવલખી જવા માટેનો મુખ્ય માર્ગ હોવાથી રસ્તાની ચારે તરફ ટ્રાફિકજામ જોવા મળ્યો હતો અને ટ્રાફિક જામને પગલે મોરબી તાલુકા અને માળિયા પોલીસની ટીમો દોડી ગઈ હતી અને પોલીસે મધ્યસ્થી કરી સમજાવટથી મામલો થાળે પાડી ટ્રાફિક ક્લીયર કરાવ્યો હતો.
નવલખી ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસીએશનની શું છે માંગણીઓ ?
૧. વે બ્રીજ ભાવ દર ૧૫૦-૨૦૦ રૂપિયા રાખવામાં આવે
૨. નવલખી પોર્ટ પર એમ્બ્યુલન્સ સુવિધા આપવામાં આવે
૩. પ્રાથમિક ડોકટરી સારવાર ચાલુ કરવામાં આવે
૪. ડ્રાઈવર માટે પીવાના પાણી અને કેન્ટીન સુવિધા આપવામાં આવે
૫. પોર્ટ અંદર તથા બહાર રોડ રસ્તાના ખાડા રીપેરીંગ કરવામાં આવે
૬. નવલખીમાં ટોટલ ચાર વે બ્રીજ છે ચારે ચાર વે બ્રીજ ચાલુ કરવા
૭. વે બ્રિજમાં નુકશાન થાય ત્યારે ટ્રક ડ્રાઈવર પર ગુનો દાખલ કરે છે
૮. ગેટ પર સવારે ૬ વાગ્યા પહેલા એન્ટ્રી કરવામાં આવે તો ટ્રાફિકની ફરિયાદ ન રહે
૯. વે બ્રિજના ઢાળિયાની ઉંચાઈ વધુ હોવાથી ટ્રકને નુકશાન, ટ્રાફિક સમસ્યા
૧૦. નવલખી પોર્ટના ગેટથી બહારના એક કિલોમીટર સુધી રોડની યોગ્ય સુવિધા આપવામાં આવે
(7:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
