<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th January 2026

સારથી સેવા મોરબી અને રાજકોટ ટીમ દ્વારા મકરસંક્રાંતિ પર્વ નિમિતે ૧૫૦૦ પેકેટ લાડું નું વિતરણ કરી ઉતરાયણની ઉજવણી

માધાપર ચોકડી પાસે, રેલનગર, રેલ્વે જક્શન પાસેના વિવિધ વિસ્તારમાં મમરાના ૧૫૦૦ પેકેટ લાડુંનું વિતરણ

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી :  સારથી સેવા દ્વારા મોરબી ખાતે ગરીબ પરિવારના બાળકો અને પરિવારના સભ્યને મકરસંક્રાંતિના પર્વ નિમિતે મમરાના લડવાનું મોરબીના અલગ અલગ વિસ્તાર જેવા કે પાડાપુલ નીચે, નટરાજ ફાટક પાસેના વિસ્તારમાં, ભીમસર પાસે અલગ અલગ વિસ્તારમાં તેમજ રાજકોટના માધાપર ચોકડી પાસે, રેલનગર, રેલ્વે જક્શન પાસેના વિવિધ વિસ્તારમાં મમરાના ૧૫૦૦ પેકેટ લાડુંનું વિતરણ કરવા માં આવ્યું હતું

   આ તકે સારથી સેવાના વિવેકભાઈ મહેતા, ભાવદીપભાઈ દુદકીયા, પ્રભેવભાઈ સાંગિયા, નિખિલભાઈ ગજ્જર, હર્ષરાજસિંહ જાડેજા તથા તેમની ટીમ દ્વારા રાજકોટ અને મોરબીના વિવિધ વિસ્તારમાંનું જરૂરિયાતમંદ લોકોના પરિવારને વિતરણ કરવામાં આવ્યું હતું.

(7:16 PM IST)