<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th January 2026

જામનગરની ટ્રાફિક શાખામાં ગત વર્ષ દરમિયાન નિષ્ઠાપૂર્વક કામગીરી કરનાર ટ્રાફિક પોલીસ કર્મચારીનું એસ.પી. દ્વારા સન્માન કરાયું

એસ.પી. ડો. રવિ મોહન સૈની દ્વારા ટ્રાફિક શાખાના કર્મચારી મનોહરસિંહ ઝાલાને પોતાની કચેરીમાં બોલાવી પ્રશંસા પત્ર એનાયત કર્યો

 જામનગર :જામનગરની ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા મનોહરસિંહ વનરાજસિંહ ઝાલા કે જેઓએ ગત ૨૦૨૫ ના વર્ષ દરમિયાન ટ્રાફિકને લગત વાહન ચાલકો પાસેથી સમાધાન પેટે ૧૫,૨૬,૫૦૦ જેટલો દંડ વસૂલ કરી ટ્રાફિક નિયમન કરવા અંગે નિષ્ઠાપૂર્વકની કામગીરી કરવા બદલ સન્માન કરવામાં આવ્યું હતું.
 જામનગરના એસ.પી. ડો. રવિ મોહન સૈની દ્વારા ટ્રાફિક શાખાના કર્મચારી મનોહરસિંહ ઝાલાને પોતાની કચેરીમાં બોલાવી પ્રશંસા પત્ર એનાયત કર્યો હતો,અને વિશેષથી સન્માન કર્યું હતું.

(8:21 PM IST)