News of Wednesday, 14th January 2026
જસદણના રાણીગપર ગામે એક જ કોમના બે જૂથ વચ્ચે મારામારી:એક જ પરિવારના ત્રણ સભ્યો ઉપર 20 થી 25 લોકોએ જીવલેણ હુમલો કર્યો
શેરીઓમાં ઘોડા ચલાવવા બાબતે માથાકૂટ થઈ : સુરેન્દ્રનગરના જિલ્લાના ભોજપરી અને ગુંદા ગામના લોકો દ્વારા હુમલો કર્યા હોવાની ચર્ચા

રાજકોટના જસદણના રાણીગપર ગામે એક જ કોમના બે જૂથ વચ્ચે મારામારી થવા પામી હતી. જસદણના રાણીંગપર ગામના એક જ પરિવારના ત્રણ સભ્યો ઉપર 20 થી 25 લોકો દ્વારા જીવલેણ હુમલો કર્યો હતો . મારામારીના બનાવમાં રાણીગપર ગામના રમેશ જેમાભાઈ મકવાણા , વિપુલ જેમાભાઈ મકવાણા ,વિજય રમેશભાઈ મકવાણાને ગંભીર હાલતમાં સારવાર અર્થે સિવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે .
હુમલામાં ત્રણેય લોકોને હાથ પગ અને માથાના ભાગે ગંભીર ઇજા પહોચી હતી. સુરેન્દ્રનગરના જિલ્લાના ભોજપરી અને ગુંદા ગામના લોકો દ્વારા હુમલો કર્યા હોવાની માહિતી સામે આવી છે.
સૂત્રો પાસેથી જાણવા મુજબ 20 થી 25 લોકોએ તીક્ષણ હથિયાર વડે જીવલેણ હુમલો કર્યો હોય તેવી માહિતી. જૂથ અથડામણનું કારણ શેરીઓમાં ઘોડા ચલાવવા બાબતે માથાકૂટ થઈ હતી. સમગ્ર મામલે ભાડલા પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ છે.
(8:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
