<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th January 2026

મોરબીના રાધાપાર્કમાં યુવકનો ગળાફાંસો ખાઈ આપઘાત.

કન્યા વિદ્યાલય રોડ પર આવેલ રાધાપાર્કમાં રહેતા યુવકે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીના કન્યા છાત્રાલય રોડ પર આવેલ રાધાપાર્કમાં રહેતા પ્રિન્સ અમિતભાઈ પરમાર (ઉ.વ.18  ) નામના યુવકે કોઈ અગમ્ય કારણોસર ગઈકાલે સાંજે પોતાના ઘેર ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

(11:15 PM IST)