<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th January 2026

મોરબીના ભડિયાદ નજીક ડેમુ ટ્રેન હડફેટે આવી જતા વૃદ્ધનું મૃત્યુ.

પ્લેટીના સિરામિક ફેકટરી પાસે ડેમુ ટ્રેને અડફેટે લેતા ગંભીર ઇજા થતા મોત

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીનાએ ભડિયાદ ગામની સીમમાં આવેલ પ્લેટીના સિરામિક ફેકટરી પાસે ગઈકાલે બપોરના સમયે કેશવજીભાઈ ઘેલાભાઈ અઘારા (ઉ.વ. 70 ) નામના વૃદ્ધ ડેમુ ટ્રેન હડફેટે આવી જતા ગંભીર ઈજાઓથી મૃત્યુ નીપજ્યું હતું.ઘટના અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

(11:15 PM IST)