News of Thursday, 15th January 2026
કચ્છના રાપરમાં કોળી ઠાકોર સમાજ ના ઇષ્ટ દેવ વિર માંધાતાની ચોથી જન્મ જયંતિ ની ઉજવણી કરવામાં આવી : જુઓ વિડીયો
શ્રી વિર માંધાતા જન્મજયંતિ મહોત્સવ મકરસંક્રાંતિના દિવસે યોજાયો : મહાસભા-સન્માન સમારોહ પ્રાસંગિક પ્રવચન મહાપ્રસાદ સહિતના કાર્યક્રમોમા ભાવિકો જોડાયા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૫ : કચ્છમાં પાંડવ કાલીન ગણાતા વાગડ વિસ્તારના રાપર તાલુકા મા મુખ્ય વસ્તી કોળી ઠાકોર સમાજ ની છે ત્યારે આજે મકરસંક્રાંતિ ના દિવસે કોળી ઠાકોર સમાજ ના ઇષ્ટ દેવ વિર માંધાતા ના જન્મદિવસ નિમિત્તે રાપર ખાતે ચોથો જન્મોત્સવ ઉજવાયો હતો. જેમાં કોળી ઠાકોર સમાજ ના ઇષ્ટ દેવ
શ્રી વિર માંધાતા જન્મજયંતિ મહોત્સવ મકરસંક્રાંતિ ના દિવસે રાપર ખાતે શ્રી વિર માંધાતાની જન્મજયંતિ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવેલ .
મહાસભા-સન્માન સમારોહ પ્રાસંગિક પ્રવચન મહાપ્રસાદ સહિત ના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું
સવારે ૧૧:૦૦ કલાકે
અયોધ્યાપુરી થી ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું જે શહેર ના અયોધ્યાપુરી થી દેના બેન્ક ચોક સલારીનાકા ખોડીયાર મંદિર રોડ પ્રાગપર ચોકડી થઈ પરત ઠાકોર સમાજવાડી ખાતે સંપન્ન થઈ હતી
સમસ્ત કોળી-ઠાકોર યુવા સમિતી શ્રી અખિલ કચ્છ કોળી-ઠાકોર જાગૃતિ મંડળ-રાપર-ભચાઉ દ્ધારા આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે આગેવાનો ભીખાભાઈ ગોહિલ, ભુરાલાલ મકવાણા, તેજમલભાઈ પરસોંડ દ્વારા વીર માંધાતા ના રથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. મહા પ્રસાદ ના દાતા કાનજીભાઈ ભીખાભાઈ ગોહિલ પરિવાર રહેલ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને કાનજીભાઈ ગોહિલ પ્રમુખ અખિલ કચ્છ કોળી ઠાકોર જાગૃતિ મંડળ .. રાજારામબાપુ દયારામ બાપુ વનારામ બાપુ દ્વારકા થી મહંત ભરતપુરી બાપુ પ્રમુખ કાનજીભાઈ ગોહિલ રાઘુભાઈ ચાવડા પ્રતાપભાઈ પરમાર માદેવભાઈ ઉસેટીયા નાગજીભાઈ પીરાણા સુરેશભાઈ મકવાણા ઉમેદ મકવાણા મહામંત્રી ડાયાલાલ ચાવડા તુલસી ઠાકોર રવજી મકવાણા દયાલ એવારીયા . મહેશભાઈ. હરજી ભાઈ. ઈશ્ર્વર ભાઈ લખમણ ભાઈ અરવિંદ ભાઈ . ઉમેદ મકવાણા સમાજ બંધારણ અંગે રાઘુભાઈ ચાવડા પ્રસંગ પ્રવચન માં લોકો ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીર: મુકેશ રાજગોર, રાપર)
(1:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
