<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th January 2026

કચ્છના મુન્દ્રામાં બાર એસોસિયેશનના પૂર્વ પ્રમુખ વિજયસિંહ જાડેજા ઉપર હુમલાના પગલે ચકચાર : બાર એસો.ને બનાવને વખોડ્યો, ૩ અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ફરિયાદ

મુન્દ્રા બાર ના પૂર્વ પ્રમુખ વિજયસિંહ જાડેજા ના હુમલા બનાવ અંગે પોલીસ તાત્કાલિક આરોપી ને પકડી પાડે : મુન્દ્રા બાર ની સમસ્ત ટીમએ હાજર રહી રજૂઆત કરી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૫ : કચ્છના મુન્દ્રામાં બાર એસો.ના પૂર્વ પ્રમુખ વિજયસિંહ જાડેજા ઉપર હુમલાના બનેલા બનાવે ચકચાર સર્જી છે. આજે સવારે  મુન્દ્રા પોલીસ મથકે મુન્દ્રા બાર એસો ના પ્રમુખ જનક સોલંકી સહિત અન્ય વકીલો રવિ મહેશ્વરી, પ્રવીણ ગણાત્રા, નારાણ કાનાણી તેમજ બાર ના હોદેદારો પહોંચ્યા હતા અને આ બાબતે ઉગ્ર રજૂઆત કરી હતી. મુન્દ્રા બાર એસોએ આ બનાવ ને વખોડયો હતો.

આ બનાવ બનતા મુન્દ્રા તાલુકા પચાયત પ્રમુખ મહિપતસિંહ જાડેજા અને એપિએમસીના ચેરમેન મહેન્દ્રસિંહ જાડેજા મુન્દ્રા પોલીસ મથક એ પહોંચી આવ્યા હતા.. આ બનાવ સંદર્ભે મુન્દ્રા બાર એસોસિયેશન પ્રમુખ જનક સોલંકી ની આગેવાની માં પ્રાંત કચેરી એ પહોંચ્યું હતું અને ડેપ્યુટી કલેકટર ભગીરથ સિંહ ઝાલા ને આવેદનપત્ર પાઠવ્યું હતું.. પ્રમુખ જનક સોલંકી એ જણાવ્યું હતું કે મુન્દ્રા બાર ના પૂર્વ પ્રમુખ વિજયસિંહ જાડેજા ના હુમલા બનાવ અંગે પોલીસ તાત્કાલિક આરોપી ને પકડી પાડે એવી માંગ કરી હતી.

આ વેળા એ મુન્દ્રા બાર એસોસિએશનના બિલાલ ખત્રી, વિપુલ મહેતા, રવિ મહેશ્વરી, કાનજી સોંધરા, પ્રવીણ ગણાત્રા, નારાણ કાનાણી, તેમજ મુન્દ્રા બાર ની સમસ્ત ટીમએ હાજર રહી રજૂઆત કરી હતી. (તસ્વીર: રાજ સંઘવી, મુન્દ્રા)


 

(3:11 PM IST)