News of Thursday, 15th January 2026
નવા બંધારણ પ્રમાણે ચાલવું એ સમયની માંગ: કાનજીભાઈ ગોહિલ
કચ્છના રાપરમાં કોળી ઠાકોર સમાજ દ્વારા માંધાતા મહારાજની જન્મજયંતિની ભવ્ય ઉજવણી, વાગડ કોળી સમાજના નવા બંધારણ માટે ગામડે ગામડે જશે યુવાનો, માનવ મહેરામણ ઉમટ્યું

(વિનોદ ગાલા દ્વારા )ભુજ :કચ્છના રાપર ખાતે મકરસંક્રાંતિના રોજ વાગડ કોળી ઠાકોર સમાજ દ્વારા ઇષ્ટદેવ શ્રી માંધાતા મહારાજના જન્મ જયંતિ એ યોજાયેલી ચોથી રેલીમાં હકડેઠાઠ જનમેદની ઉમટી પડી હતી. રેલી પહેલા યોજાયેલી મહાસભા બોલતા કચ્છ જિલ્લા કોળી ઠાકોર સમાજના પ્રમુખ કાનજીભાઈ ગોહિલે જણાવ્યું હતું કે, હવે સમાજના બંધારણ પ્રમાણે ચાલવું જોઈએ. અત્યારના સમયમાં સમયને અનુરૂપ ચાલવું જરૂરી છે. તેમણે સમાજને સંબોધતા વધુમાં જણાવ્યું હતું કે, સમય પ્રમાણે સમાજના રીતે રિવાજમાં પણ બદલાવ જરૂરી છે. અને નવા સમય પ્રમાણે સમાજે રિતી રિવાજમાં બદલી કરીને સમાજના બંધારણમાં ફેરફાર કરેલ છે જે પ્રમાણે સમાજે સગાઈ લગ્ન અને મૃત્યુના પ્રસંગોમાં બદલાવ કરવો તે જરૂરી છે અને આગામી સમયમાં આ અંગે ગામડે ગામડે જઈને સમાજના આગેવાનો તથા યુવાનો સમાજને જાગૃત કરશે. આ પ્રસંગે વાગડ કોળી ઠાકોર સમાજના આગેવાન તથા ગાંધીધામ કોળી સમાજના પ્રમુખ રાઘુભાઈ ચાવડાએ વાગડ કોળી ઠાકોર સમાજના પ્રસ્તાવિત બંધારણ અંગે વિસ્તૃત છણાવટ કરીને સમાજ સમક્ષ બંધારણ વાંચી સંભળાવ્યું હતું અને નવા ફેરફાર અંગે સમાજને શું લાભ થશે તે પણ વાત કરી હતી.
કચ્છ વાગડ કોળી ઠાકોર સમાજના યુવા આગેવાન ઉમેદભાઈ મકવાણા એ પોતાના જોશીલા પ્રવચનથી ઉપસ્થિત તમામ સમાજની વાહ વાહી મેળવી હતી. તેમણે જણાવ્યું હતું કે, સંગઠન વગર હવે સમાજની કલ્પના કરવી મુશ્કેલ છે. દરેક સમાજ સંગઠન તરફ આગળ વધી રહ્યા છે. અને કોળી ઠાકોર સમાજ પણ આગામી સમયમાં વિશાળ સંગઠન તરફ આગળ વધશે અને આવનાર ભવિષ્યમાં કોળી સમાજ એક તતળે બંધાઈ ને સામાજિક અને રાજકીય ક્રાંતિ લાવશે.
યુવા એડવોકેટ નાગજીભાઈ પીરાણાએ શિક્ષણ પર ભાર મુકતા જણાવ્યું હતું કે હવે સમય શિક્ષણનો છે શિક્ષણ વગર સમાજીક ક્રાંતિ થઈ શકશે નહીં. શિક્ષણ માટે સમાજ દ્વારા બે કુમાર તથા એક કન્યા છાત્રાલય ચલાવવામાં આવે છે તેનો લાભ લેવા જણાવ્યુ હતું વધુમાં તેમને જણાવ્યું હતું કે કોળી સમાજ ખેતી સાથે સંકળાયેલ છે જેઓ વાંઢીયા લઈને ખેતર વાડીએ રહે છે. જેથી સમાજના બાળકોનું શિક્ષણ બગડે છે અને તે ચિંતાનો વિષય છે. કોઈપણ ભોગે શિક્ષણના અટકે અને આગામી સમયમાં સમાજની કેરિયર એકેડેમી બને અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સમાજના દીકરા દીકરીઓ કાઠુ કાઢે તેના પર ભાર મૂક્યો હતો. આ પ્રસંગે સમાજના મહામંત્રી તથા નિવૃત નાયબ ડાયાલાલ ચાવડા તથા સહમંત્રી તુલસીભાઈ ઠાકોર એ પ્રસંગે પ્રવચનો કર્યા હતા. આ પ્રસંગે પરમ પૂજ્ય સંત શ્રી રાજારામ બાપુ એ સમાજને આર્શીવચન આપ્યા હતા.
સભા બાદ મહારેલી યોજાઇ હતી. સમાજવાડીથી સમાજના આગેવાનો ભીખાભાઈ ગોહિલ પૂર્વ પ્રમુખ ભુરાભાઈ મકવાણા તથા તેજમાલભાઈ પરસોંડ તથા સંતો મહંતોના હસ્તે રેલીનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું અને રેલી બસ સ્ટેન્ડ, સલારી નાકા તથા પ્રાગપર ચાર રસ્તા થી પરત ઠાકોર સમાજવાડીએ પહોંચી હતી. માંધાતા મહારાજના જયઘોષથી વાતાવરણ ગુંજી ઉઠ્યુ હતું. રેલી શહેરના મુખ્ય માર્ગો પરથી નીકળી ત્યારે રીતસર નો જાણે માનવ મહેરામણ શહેરમાં ઉમટી પડ્યો હોય તેવી હકડેઠાઠ મેદની ભેગી થઈ હતી. યુવાનો અને આગેવાનો સંગીતના તાલે ઝૂમી ઊઠ્યા હતા.
આ પ્રસંગે મહાપ્રસાદના દાતા તરીકે સમાજના પ્રમુખશ્રી કાનજીભાઈ ગોહિલ રહ્યા હતા. આ રેલીમાં લગભગ ૧૦ હજાર થી વધારે સંખ્યામાં જ્ઞાતિજનો પડ્યા હતા. આ સંગ્રહ કાર્યક્રમને સફળ બનાવવા માટે કચ્છ વાગડ કોળી ઠાકોર યુવા સમિતિના રોહિતભાઈ સોલંકી માંધાતા યુવા ગ્રુપના પ્રમુખ મહાદેવભાઈ ઉસેટીયા એડવોકેટ સુરેશભાઈ મકવાણા, ઉમેદભાઈ મકવાણા, પ્રતાપભાઈ ઠાકોર, દયાલભાઈ એવારિયા મનજીભાઈ મકવાણા રવજીભાઈ અખીયાણી નીતિનભાઈ સોલંકી અરવિંદભાઈ સુરાણી એડવોકેટ નાગજી પીરાણા, ગૌતમભાઈ ગાગસ, અમરશીભાઈ રાઘાણી, હરેશભાઈ ઠાકોર, સંજયભાઈ વેગડા, મુકેશ મકવાણા, રામજીભાઈ પલાણી, વિજય સોલંકી, તથા રાસાજી ગઢડા ની યુવા સમિતિ, ખારસરવાંઢની યુવા સમિતિ, ખેંગારપર યુવા સમિતિ તેમજ ગમો ગોમથી પધારેલી યુવાટીમે મહેનત કરી હતી અને આગેવાનોના માર્ગદર્શન હેઠળ સમગ્ર આયોજન પાર પાડ્યું હતું.
આ પ્રસંગે ગામે ગામથી સમાજના આગેવાનો, ભુજ પ્રમુખ પ્રતાપભાઈ પરમાર, ભચાઉ મેઘજીભાઈ ચાવડા, સમાજના ઉપપ્રમુખ મનિષ ઠાકોર, મહિલા આગેવાન ગંગાબેન ગોહિલ, બીનાબેન ડુંગરાણી, શાંતીબેન સાલાણી, સામતભાઈ એવારીયા, મહેશભાઈ ઠાકોર, તથા સમાજના તમામ સરપંચો કર્મચારીઓ એડવોકેટ વગેરે હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન યુવા એડવોકેટ સુરેશભાઈ મકવાણા એ કર્યો હતું. અને આભાર વિધિ હરેશભાઈ ઠાકોરે કરી હતી. (તસ્વીર સૌજન્ય: નાગજી પીરાણા)
(9:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
