News of Friday, 16th January 2026
કચ્છના મુન્દ્રામાં બાર કાઉન્સિલના પૂર્વ પ્રમુખ ઉપર થયેલ હુમલા મુદ્દે ચારણ સમાજ લાલઘૂમ
ઇજાગ્રસ્ત વકીલ કસ્ટોડિયલ ડેથ પ્રકરણમાં મહત્ત્વના સાક્ષી, ફરાર આરોપી પોલીસ કર્મી ઉપર શંકાની સોય

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૬ : પોલીસ કસ્ટડીમાં એક સાથે ત્રણ યુવાનોના મોતને પગલે સમગ્ર રાજ્યમાં ચકચાર સાથે ચર્ચા સર્જનાર મુન્દ્રા કસ્ટોડિયલ ડેથ પ્રકરણના મહત્વના સાક્ષી ઉપર થયેલ હુમલાના બનાવને પગલે કચ્છનો ચારણ સમાજ લાલઘૂમ થયો છે. ગઈકાલે મુન્દ્રા બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ અને સમાઘોઘા ગામના પૂર્વ સરપંચ વિજયસિંહ જાડેજા ઉપર મુન્દ્રા આદર્શ ટાવર પાસે હુમલો કરાયો હતો. જેમાં તેમની કારને ટક્કર મારી અન્ય કારમાં આવેલા ત્રણ અજાણ્યા શખ્સોએ મર્યાદામાં રહેવાનું કહી ધોકા અને લોખંડના પાઇપ વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવને પગલે કચ્છના ચારણ સમાજના આગેવાનોએ આ સમગ્ર ઘટનાને વખોડી હુમલાના તાણાવાણા કસ્ટોડિયલ ડેથ પ્રકરણના ફરાર થયેલા આરોપી પોલીસ કર્મી શક્તિસિંહ યોગેન્દ્રસિંહ ગોહિલ સામે શંકા દર્શાવી તેની સાથે તાણાવાણા સંકળાયેલા હોવાનું જણાવી હુમલાના બનાવને વખોડી આરોપી પોલીસ કર્મી અને તેના મળતિયાઓને ઝડપી પાડવા ગાંધીનગર અને સ્થાનિકે માંગ કરી છે.
(9:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
