<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th January 2026

પ્રતાપગઢમાં રવિવારે મદ્રેસામાં આલેમા કોર્ષ પૂર્ણ કરનાર દીકરીઓનો પદવીદાન સમારંભ

સવારે મુફતી ખાલીદ ઐયુબ મિસબાહીની તકરીરઃ અનેક ઉલેમાઓની પધરામણી

વાંકાનેર તા. ૧૬ :..  જામેઆહ ખદીજતુતાહેરા લીલબનાતના નામે તાલુકાના પ્રતાપગઢ ખાતે આવેલ દીકરીઓના મદ્રેસામાં આલીમાનો કોર્સ પૂર્ણ કરનાર ૧૭ દીકરીઓ, કારિયાહ કોર્ષ પૂર્ણ કરનાર ૧૫ દીકરીઓના ખુશીમાં જશ્‍ને રીદા એ ફઝીલત વ તાલીમે નિશ્વા કોન્‍ફરન્‍સનું  રવિવારે આયોજન કરવામાં આવ્‍યું છે.

જેમાં ઉચ્‍ચ કોટીના વકતા  રાજસ્‍થાનના જયપુરના મૌલાના ખાલીદ ઐયુબ મિસબાહી તથા પાલઘર (મુંબઇ)ના પ્રોફેસર સમશીર અલી મિસબાહી પ્રતાપગઢ  પધારી રહ્યા હોય સૌરાષ્‍ટ્ર ભરના સુન્ની મુસ્‍લિમ સમાજમાં ઉત્‍સાહ વ્‍યાપી ગયો છે.

પ્રતાપગઢ મુકામે રવિવારે સવારે ભવ્‍ય આબેહૂબ, બેનમૂનેદાર, આયોજન હાથ ધરવામાં આવેલ છે.

 આ કાર્યક્રમનું સંચાલન મૌલાના તહસીન રઝા ગજાલી (જામનગર) નાતખવા તરીકે સૈયદ અબ્‍દુલ કાદિર બાપુ (જામનગર)તથા સ્‍થાનિક અને બહાર ગામના અસંખ્‍ય સાદાતે કીરામ અને ઉલમા એ કિરામનો નૂરાની કાફલો ઉપસ્‍થિત રહેનાર છે.

હજરત મૌલાના ખાલીદ ઐયુબ મિસબાહીની  ફરી એક વખત  પ્રતાપગઢ મુકામે પધરામણી થઈ રહી હોય તેઓની તકરીર સાંભળવા સુન્ની મુસ્‍લિમ સમુદાયમાં ઉત્‍સાહ વ્‍યાપી ગયો છે. મુફતી મિસ્‍બાહીની પ્રવર્તમાન સમયમાં જરૂરિયાત મુજબની તકરીરોએ યુવાનોને ઘેલું લગાડ્‍યું છે.

ત્‍યારે આવી ભવ્‍ય કોન્‍ફરન્‍સમાં સમગ્ર સુન્ની મુસ્‍લિમ સમુદાયને મોટી સંખ્‍યામાં ઉમટી પડવા દીકરીઓને શિક્ષણ મળવું જોઈએ. તેવો કેન્‍દ્રીય બિંદુ દઢ વિચાર આપનાર, જામેઆહ ખદીજતુતાહેરા લીલબનાત - પ્રતાપગઢ ના સંચાલક અને સ્‍થાપક મૌલાના ગુલામ હુસેન અશરફી (અશરફ નગર ) તથા તેમના ટ્રસ્‍ટ બોર્ડના સભ્‍યોએ એક યાદીમાં જણાવ્‍યું છે. વધુ જાણકારી માટે મોબાઈલ નંબર. ૯૧૯૫૮૬૨૬૩૬૨૨ પર સંપર્ક કરવો.

(10:33 AM IST)