પોરબંદરના મંડર (ઘેડ)માં કોળી સમાજ વાસણ પરિવાર દ્વારા માતાજીનો માંડવો અને નિદાન કેમ્પ યોજાયો
પ્રતિભાવન છાત્રો તથા સમાજરત્ન તેમજ સરકારી નિવૃત કર્મચારીઓનું સન્માનઃ શૈક્ષણિક કીટનું વિતરણ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ૧૬: મંડેર (ઘેડ )ગામના સંત શિરોમણી સ્વ. શ્રી કરસન બાપા નીદસમી પુણ્યતિથિ ઉજવણી અંતર્ગત કોળી સામાજ વાસણ પરિવાર દ્વારાચતુર્થી કાર્યક્રમ :સર્વ રોગ નિદાન કેમ્પ, ડાક ડમરૂ, છાત્ર સન્માન, સમસ્ત ગામ સમૂહ ભોજન નું આયોજન કરવામાં આવેલ હતું.
ભૂવા આતા શ્રી ભીમા આતા, શ્રી ઉકા આતા ની ઉપસ્થિમા યોજાયેલા આ ધાર્મિક ઉત્સવ પ્રસંગે વાસણ પરિવાર ના મોભી પરબત ભાઈ અરશીભાઈ વાસણ, જીલ્લા પંચાયત ના પ્રમુખ પરબત ભાઈ પરમાર જૂના ગઢ જિલ્લા પંચાયત ના આરોગ્યવિભાગ ના ચેરમેનશ્રી સોમાત ભાઈ વાસણ કુતિયાણાના તાલુકા પંચાયત નાં ઉપ પ્રમુખ ભૂપત ભાઇ વાસણ.મંડેર ગામના ઉપસરપંચ કિશોર ભાઈ વાસણ પોરબંદર જિલ્લા કોળી સમાજ ગરબી મંડળ ના પ્રમુખ લાખા ભાઇ મોકેરિયા મંત્રી હિતેશ ભાઈ વાજા જિલ્લા ઠાકોર કોળી સમાજના પ્રમુખ અરજન ભાઈ આંત્રોલિયા, છાયા પ્લોટ ની નવનિર્મિત અત્યંત આધુનિક વંડી ના સેવા કર્મી મંત્રી શ્રી વિરમભાઇ મોકરિયા, પોરબંદર જિલ્લા કોળી સમાજ રત્નઅને કેળવણીકાર ડો ઈશ્વરલાલ ભરડા સહિત ના મહાનુ ભાવો ઉપસ્થિત રહ્યાં હતાં
કાર્યક્રમના પ્રારંભમાં કોળી સમાજ વાસણ પરિવારના શ્રેષ્ઠી અને દાતા શ્રી જીવાભાઈ વાસણ એ સંત શિરોમણી શ્રી કરશન બાપા ની ૧૦ મી પુણ્ય તિથિ ઉજવણી નિમિતે આ એક દાયકાઓ થી તિથિ ની ઉજવણી કરવામાં આવે છે. પૂજ્ય કરસન બાપા નો આઘ્યાત્મિક શક્તિ અને માનવ માત્રના ઉધારક ગણાવી સૌ મહાનુભાવો ને આવકાર આપ્યો હતો. આ અવસરે પાટણ વાસણ પરિવાર શિક્ષણ સમિતિ ના ચેરમેન શ્રી કમલેશભાઈ વાસણ ના માર્ગદર્શન હેઠળ યોજાયેલા છાત્ર સન્માન સમારંભ માં આ જિલ્લા પંચાયત ના પ્રમુખ શ્રી પરબત ભાઈ પરમાર એ પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે સમાજ ની પ્રગતિ માં શિક્ષણ પાયાનું છે સમાજ, રાષ્ટ્ર અને. કુટુબ ને કામ આવે તે ખરી કેળવણી ગણાવી ને આર . જી.ટી પોરબંદર કોલેજ ના પ્રિન્સીપાલ ડો ઈશ્વર ભરડા નો વિદ્યાર્થી મડેર ગામનો કોળી યુવાન શ્રી ભાવેશ ભાઇ એન .ખેર જામનગરના અધિક કલેક્ટર પદ શોભાવી આજે રાજ્યના રમત ગમત અને સાંસ્ક્રુતિક મંત્રીના અંગત સચિવ તરીકે ઉતમ કામગીરી કરી રહ્યા છે.
જૂનાગઢ જિલ્લા પંચાયત ના આરોગ્યવિભાગ ના ચેરમેનશ્રી સોમાત ભાઈ વાસણ એ જણાવ્યું હતુ કે આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્ર ઉજ્જવળ કારકિર્દી ની તકો રહેલી છે ત્યારે એ ક્ષેત્રે આગળ વધવા ની અભિનંદન સાથે શુભેચ્છા પાઠવી હતી કેળવણીકાર ડો ઈશ્વરલાલ ભરડા એ જણાવ્યું હતું કે. કરશન બાપા ની પુણ્ય તિથિ એ શત શત વંદન કરી પૂજ્ય મોરારી બાપુ નું વિધાન દોહરાવતા જણાવ્યું હતુ કે, બાળ પણ મા પરીકથા, યુવાનીમાં હરિ કથા અને ઘડપણ માં ખરી કથા ગણાવી હતી.
આ ે સર્વ રોગ નિદાન કેમ્પમાં જેમાં તબીબી ડોક્ટર ટીમનું દાતા જીવાભાઈ વાસણ સહિતના શ્રેષ્ઠીઓ ના હસ્તે સર્વ રોગ નિદાન કેમ્પમાં સેવા આપવા બદલ ઉષ્મા વસ્ત્ર એનાયત કરી સન્માનિત કરાયા હતા દસ વર્ષથી મંડેર ગામે સંત શિરોમણી શ્રી કરશનબાપા ની પુણ્ય તિથિ નિમિતે સર્વ રોગ નિદાન કેમ્પ, ધુમાડા બંધ ગામ સમસ્ત સમૂહ ભોજન, સહિતના અનેક સેવા પ્રકલ્પો હાથ ધરનાર સમાજના દાતા શ્રી જીવાભાઈ વાસણ નું પોરબંદર જિલ્લા કોળી સમાજ ગરબી મંડળ ના પ્રમુખ શ્રી લાખાભાઈ મોકરીયા ના હસ્તે ઉસ્માવષા એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા
રાત્રે શ્રી પ્રવીણ ભાઇ રાવળ દેવ ના માર્ગદર્શન માં યોજાએલ ડાક ડમરૂ માતાજીનો મીની માંડવો નું પણ આયોજન કરવામાં આવેલ છે જેમાં ડાક ડમરૂ સાથે મહાકાળી માતાજીની બેઠક મા શ્રી પ્રવીણ ભાઇ રાવળ દેવ (મીની માંડવો) ભક્ત જનો ને આધ્યાત્મક માર્ગદર્શન આપ્યું હતું
આ જૂનાગઢ જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ ના ચેર મેન શ્રી સોમા ત ભાઈ વાસણ ના ઉપક્રમે અને દ્વારકા ધીસ હોસ્પિટલ દ્વારા ભવ્ય સર્વ રોગ નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવેલ હતું જેમાં હાડકા વિભાગમાં ડો જે. જે. રાવલ, એમ. ડી. વિભાગમાં ડા.ે પ્રભાત પર માર, અને ડો. જિગ્નેશ ડાકી, સ્ત્રી રોગ વિભાગમાં ડો મોતી શામળા, . પેઠો થેરાપી વિભાગમાં ડો ધળતિ ચોહાણ, ઉમદા સેવા આપી હતી જેનો મંડેર ગામ સહિત આજુ બાજુ પંથકના ગામના બહોળી સંખ્યામાં લોકોએ આ કેમ્પ નો વિના મૂલ્યે લાભ લઈ ખુશી લાગણી વ્યક્ત કરી હતી.
આ વાસણ પરિવાર ના ધોરણ ૧૦ ૧૨ તાાતક અનુસ્ટા તક, રમત ગમત અને વિશીષ્ટ પ્રવળત્તિ માં પ્રતિભા વાન છાત્રો અને નિવળત સરકારી કર્મ ચારી ઓ તથા સન્માન સમારોહ મા મહાનું ભાવો ના હસ્તે શૈક્ષણિક કીટ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા
આ કાર્યક્રમ નું સંચાલન પાટણનાં પ્રાથમિક શાળા ના શિક્ષક શ્રી નરેશ ભાઈ વાસણ એ કર્યુ હતું જ્યારે આભાર વિધિ કોળી વાસણ સમાજ શિક્ષણ સમિતિ ના અધ્યક્ષ શ્રીકમલેશ ભાઇ વાસણ એ કરી હતી
આ ધાર્મિક ઉત્સવ પ્રસંગે મંડેર ના સરપંચ ગોપાલ ભાઈ પરમાર,ખેરા ના સરપંચ કરશન ભાઈ વાસણ વડાલા ના સરપંચ ગોવિંદ ભાઈ વાસણ સમાજ શ્રેષ્ઠી રામભાઈ ગોસિયા, ભરત ભાઇ વાઢીયા , સહિતના ગામના શ્રેષ્ઠી ઓ પ્રબુધ્ધ નાગરિકો તેમજ સમસ્ત સૌરાષ્ટ ભરમાંથી સમાજના ભાઇ બહેનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા
આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે શ્રી મીલન ભાઈ વાસણ ( ખેરા) , કિરણ ભાઈ (મંડેર), દીપક ભાઈ ,કાનજી ભાઈ (વિસણવેલ), વિરેન ભાઈ (કેશોદ), જીભાવેશ ભાઇ (ધણેજ), દિનેશ ભાઈ, કમલેશભાઇ (પ્રભાસ પાટણ) વિજય ભાઇ જેસંગ ભાઈ (બાંટવા), તથા ડાયા ભાઈ (ગુંદરણ) એ જહેમત ઉઠાવી હતી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
