News of Friday, 16th January 2026
ઘરે રોકાવા આવેલા સગા મામાએ સગીરા પર દુષ્કર્મ આચર્યુ
કેશોદ વિસ્તારની ઘટના, તરૂણીની માતાની ફરિયાદના પગલે તપાસ શરૂ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૧૬: કેશોદ વિસ્તારના એક ગામમાં ઘરે રોકાવા આવેલા સગા મામાએ સગીરા પર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ તરૂણિની માતાએ કરતા પોલીસે પવિત્ર સબંધને લાંછન લગાવનાર લંપટ મામા સામે પોકસો સહિતની કલમ મુજબ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
કેશોદ તાલુકાના ગામમાં રહેતી એક તરૂણી ગત મે માસમાં કયાંક જતી રહી હતી, જે વલસાડ પંથકમાંથી મળી આવી હતી. તેણીનું નિવેદન લેતા તરૂણીએ જણાવ્યું કે તેનો મામો ઘરે રોકાવા આવ્યો ત્યારે બધા સભ્યો ઉંઘી ગયા બાદ તરૂણીને મો પર મૂંગો આપી દુષ્કર્મ આચરતો હતો. આવું એક-બે વાર કર્યું હતું.
માર્ચ મહિનામાં પણ આવા લખણ ઝળકાવ્યા હતા. આ અંગે તરૂણીએ માતાને વાત કરતા તેણે તેના ભાઈને સમજાવી મોકલી દીધો હતો પછી તે પરત ઘરે આવ્યો ન હતો.
થોડા દિવસ પહેલા તરૂણી રડવા લાગતા તેની માતાએ પૂછપરછ કરતા તેણીને હજુ મામાનો ડર લાગે છે અને તેની સામે ફરિયાદ કરવી છે એમ કહેતા ગઈકાલે તરૂણીની માતાએ પોતાના જ ભાઈ સામે ફરિયાદ કરતા કેશોદ પોલીસે પોકસો સહિતની કલમ મુજબ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. (૩.૭)
(11:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
